top
પાલીતાણામાં એક્ટિવામાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા:LCBએ 92 બોટલ વિદેશી દારૂ, 69 બિયર ટીન જપ્ત કર્યાં, 3 સામે ગુનો દાખલ
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાલીતાણા સોનગઢ હાઇવે પર એક્ટિવામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લઈ જતા બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 92 બોટલ વિદેશી દારૂ અને 69 બિયર ટીન મળી આવ્યાં હતા. પૂછપરછ દરમિયાન આ જથ્થો અન્ય એક શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું ખુલ્યું હતું. પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગતરોજ પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે, બે શખ્સો એક્ટિવામાં વિદેશી દારૂ-બિયર જથ્થો લઈ પાલીતાણા થી સોનગઢ તરફ આવે છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં હોય તે દરમિયાન બે શખસો કલ્પેશ ભોળા સરવૈયાઅને જીતુ રણછોડ રાઠોડ એક્ટિવામાં પસાર થતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. જેમાં નંબર પ્લેટ વગરના એક્ટિવા માંથી રૂ. 13,800ની કિંમતની વિદેશી દારૂની 92 બોટલ તેમજ રૂ. 13,800ની કિંમતના બિયર ટીન 69 મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે કુલ રૂ.47,600નો મુદામાલ સાથે બન્ને શખ્સને ઝડપી લીધા હતા. પૂછપરછ કરતા જીતુ રાઠોડે આ જથ્થો પાલીતાણાના વીરપુર ગામે આવેલા સીતારામ સોસાયટીમાં રહેતો જયસુખ મેઘજી મકવાણા પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. બનાવ સંદર્ભે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કલ્પેશ ભોળા સરવૈયા, જીતુ રણછોડ રાઠોડ અને જયસુખ મેઘજી મકવાણા વિરુદ્ધ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Read full article on Divya Bhaskar