top
સંતરામપુર છેતરપિંડી કેસનો વોન્ટેડ આરોપી પકડાયો:મહીસાગર LCBએ ગોઠીબ ચોકડી પાસેથી જસવંત વાદીને ઝડપી સંતરામપુર પોલીસને સોંપ્યો
મહીસાગર LCBએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં વોન્ટેડ આરોપીને પકડ્યો છે. LCB સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ગિરીશભાઈને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમે ગોઠીબ ચોકડી પાસે તપાસ કરી હતી. તપાસ દરમિયાન સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં વોન્ટેડ આરોપી જસવંત સબુરભાઈ વાદી મળી આવ્યો હતો. જસવંત વાડી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેરકા ગામના ક્યાર ફળિયાનો રહેવાસી છે. તેના પર BNS-2023ની કલમ 318(4), 319, 336(3), 338, 340(2) અને 61(2) મુજબ ગુનો નોંધાયેલો છે. LCB ટીમે આરોપીને પકડીને સંતરામપુર પોલીસને સોંપ્યો છે. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar