Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

લાંઘણજમાંથી કેબલ ચોરી કરતી ટોળકીના 4 સાગરીત ઝડપાયા:તાંબાનો ભંગાર સહિત 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત, 7 ગુનાનો ભેદ ઉકેલાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 13, 2026 👁 1 views
લાંઘણજમાંથી કેબલ ચોરી કરતી ટોળકીના 4 સાગરીત ઝડપાયા:તાંબાનો ભંગાર સહિત 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત, 7 ગુનાનો ભેદ ઉકેલાયો
મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ-અલગ સીમ વિસ્તારો અને ગામોમાંથી રાત્રી દરમિયાન બોરના કેબલ વાયર ચોરી થવાના વણઉકેલાયેલા બનાવો અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. લાંઘણજ પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમની ટીમે ગુનાવાળી જગ્યાઓના ટાવર ડમ્પ ડેટા મેળવી ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું. તે આધારે શંકાસ્પદ નંબર મેળવી ખાનગી બાતમીદારો મારફતે સઘન વોચ ગોઠવવામાં આવી હતી. કેબલ ચોરી કરતી ટોળકીના 4 સાગરીત ઝડપાયા નાઇટ પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઇ. અને કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી હતી કે આંબલિયાસણથી બાલીયાસણ જવાના રસ્તા બાજુની ચરામાં કેટલાક ઇસમો ચોરીના કેબલ વાયર છોલી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી 4 ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં અંકિત નિકુલભાઈ દંતાણી (રહે. આંબલિયાસણ), રોનક મુકેશભાઈ રાવળ (રહે. ધોળાસણ), અભિષેક ઉર્ફે અભુ ગોપાળભાઈ દંતાણી (રહે. આંબલિયાસણ) અને વિજયજી ઉર્ફે ડીંગો કરશનજી ઠાકોર (રહે. આંબલિયાસણ)નો સમાવેશ થાય છે. તાંબાનો ભંગાર સહિત 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ ધોળાસણ, શંકરપુરા અને ખદલપુર ગામની સીમમાં આવેલા બોર પરથી કેબલ વાયર કાપ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સ્થળ પરથી તથા જમીનમાં દાટેલી હાલતમાંથી 1,50,000ની કિંમતનો છોલેલો અને આખો કેબલ વાયર તથા તાંબાનો ભંગાર જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ગુનામાં વપરાયેલ બજાજ પલ્સર મોટરસાઇકલ (GJ-02-EJ-9368) અને યમાહા ફાઝર મોટરસાઇકલ (GJ-01-EW-6804), 15 હજાર ની કિંમતના 3 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને વાયર કાપવા માટે વપરાતી કટર-બ્લેડ મળી કુલ 2,65,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરીથી લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળના કેબલ ચોરીના કુલ સાત ગુનાઓનો ભેદ સફળતાપૂર્વક ઉકેલાયો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan