top
લાલપુર ભોળેશ્વર મંદિરે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ:'હર હર મહાદેવ'ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું
જામનગર જિલ્લાના લાલપુર નજીક આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રાવણના સોમવારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે પહોંચી રહ્યા છે. ભક્તોના ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠે છે. શ્રાવણ માસ નિમિત્તે દર્શન માટે આવતા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ પરિવાર સાથે ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે. મંદિર આસપાસ યોજાતા મેળાને કારણે પણ વિસ્તારમાં ભીડ જોવા મળે છે. આ મેળામાં બાળકો સહિત પરિવારજનો વિવિધ વસ્તુઓની ખરીદી કરતા અને આનંદ માણતા જોવા મળે છે.
Read full article on Divya Bhaskar