Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

કુંભારવાડામાં પોલીસનો લોકદરબાર યોજાયો:એસપી નીતેશ પાંડેયે લોકોની સમસ્યાઓ સાંભળી, સ્થાનિકોની સમસ્યાઓ અને સુરક્ષા મુદ્દે ચર્ચા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 2 views
કુંભારવાડામાં પોલીસનો લોકદરબાર યોજાયો:એસપી નીતેશ પાંડેયે લોકોની સમસ્યાઓ સાંભળી, સ્થાનિકોની સમસ્યાઓ અને સુરક્ષા મુદ્દે ચર્ચા
ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયની હાજરીમાં બોરતળાવ પોલીસ મથક હેઠળની કુંભારવાડા પોલીસ ચોકી ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એસપી પાંડેયે લોકોની રજૂઆતો સાંભળી વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. દારૂ, ડ્રગ્સ અને વ્યાજખોરીથી દૂર રહેવા અપીલ લોકદરબાર દરમિયાન એસપી નીતેશ પાંડેયે દેશી-ઇંગ્લિશ દારૂ, ડ્રગ્સ, વ્યાજખોરી, લુખ્ખાગીરી અને સાયબર ફ્રોડ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓથી સાવચેત રહેવા લોકોને અપીલ કરી હતી. આવી પ્રવૃત્તિઓ અંગે કોઈ માહિતી મળે તો પોલીસને જાણ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા પણ અનુરોધ કર્યો હતો. એસપી નીતેશ પાંડેયે જણાવ્યું હતું કે પોલીસ હંમેશા પ્રજાની મિત્ર છે અને સમાજમાં ફેલાયેલી ગુનાહિત બદીઓ દૂર કરી સ્વસ્થ સમાજના નિર્માણમાં પોલીસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે લોકોને પોલીસ સાથે સંકલન જાળવીને વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં સહયોગ આપવા જણાવ્યું હતું. ગેરકાયદે નાણાં ધીરધાર સામે અવાજ ઉઠાવવા હાંકલ એસપીએ લોકોને ગેરકાયદે નાણાં ધીરધારનો વ્યવસાય કરતા લોકોના 'અજગરી ભરડા'માં ન સપડાવા ચેતવણી આપી હતી. આવા ગેરકાયદે વ્યવસાય કરતા લોકો અંગે પોલીસને માહિતી આપી તેમને ખુલ્લા પાડવા માટે પણ સ્થાનિકોને હાંકલ કરવામાં આવી હતી. તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા ચર્ચા આગામી દિવસોમાં ગણપતિ મહોત્સવ, નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે આ પર્વો શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે અંગે પણ સ્થાનિકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને લોકો વચ્ચે સંકલન પર ભાર મૂકાયો હતો. અસામાજિક પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરવા અપીલ એસપી પાંડેયે લોકોને જણાવ્યું હતું કે આસપાસ બનતી અસામાજિક પ્રવૃત્તિઓનો જાહેરમાં વિરોધ કે રજૂઆત કરવામાં મુશ્કેલી પડતી હોય તો સ્થાનિક પોલીસ અથવા સીધો એસપીનો સંપર્ક કરી શકાય છે. કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ અંગે પોલીસને માહિતી આપવા તેમણે લોકોને અપીલ કરી હતી. પોલીસ અધિકારીઓ અને સ્થાનિકોની ઉપસ્થિતિ લોકદરબારમાં એસપી નીતેશ પાંડેય ઉપરાંત સિટી ડીવાયએસપી, બોરતળાવ પોલીસ મથકના પી.આઈ., પી.એસ.આઈ. સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. બીજી તરફ કુંભારવાડા વિસ્તારના સ્થાનિક લોકો પણ બહોળી સંખ્યામાં હાજર રહી પોલીસ સમક્ષ પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan