top
કરણપુર પાસે ટાયર ફાટતાં બે કાર અથડાઈ:હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર બેને સામાન્ય ઇજા, ટ્રાફિક જામ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે-58 પર કરણપુર ગામ નજીક આજે બપોરે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. રાજસ્થાનથી સુરત જઈ રહેલી એક હેરિયર કારનું પાછળનું ટાયર અચાનક ફાટ્યું હતું. આ કારણે કાર બેકાબૂ બની ડિવાઇડર કૂદીને સામેની દિશામાંથી આવતી બીજી કાર સાથે અથડાઈ હતી. બીજી કાર સુરતથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. આ અકસ્માતમાં બંને કારને નુકસાન થયું હતું. સુરતથી રાજસ્થાન જતી કારમાં સવાર ચાલક સહિત બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ ઘટનાને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતની જાણ થતાં ગાંભોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગાંભોઈ પોલીસ સ્ટેશનના તપાસ કરનાર કૃષ્ણસિંહે જણાવ્યું કે, હેરિયર કારનું ટાયર ફાટતાં તે ડિવાઇડર કૂદીને સામેની કાર સાથે અથડાઈ હતી. જેમાં બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar