Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ક્રિપ્ટોમાં બમણા નફાની લાલચ આપી રાજસ્થાનના વેપારી સાથે છેડતરિંડી:95 હજારનું રોકાણ કરાવ્યા બાદ 71 લાખ પડાવ્યા; આર્થિક ગુના નિવારણ શાખામાં ત્રણ સામે ફરિયાદ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 5, 2026 👁 2 views
ક્રિપ્ટોમાં બમણા નફાની લાલચ આપી રાજસ્થાનના વેપારી સાથે છેડતરિંડી:95 હજારનું રોકાણ કરાવ્યા બાદ 71 લાખ પડાવ્યા; આર્થિક ગુના નિવારણ શાખામાં ત્રણ સામે ફરિયાદ
ક્રિપ્ટોમાં રોકાણ કરીને વધુ વળતર મેળવવાની લાલચ રાજસ્થાનના મેડિકલ સ્ટોરના વેપારીને ભારે પડી છે. અમદાવાદમાં રહેતા મિત્ર મારફતે દુબઈમાં રહેતા શખ્સનો સંપર્ક કર્યા બાદ વેપારીએ ક્રિપ્ટોમાં રોકાણ શરૂ કર્યું હતું. શરૂઆતમાં 95 હજારનું રોકાણ કરાવ્યા બાદ વિશ્વાસ કેળવી વધુ 23.93 લાખ અને ત્યારબાદ 47.78 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જોકે, રોકાણના નામે રકમ લીધા બાદ USDTમાં કોઈ વાસ્તવિક રોકાણ કરવામાં આવ્યું ન હોવાનું સામે આવતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પાસે પહેલા 95 હજારનું રોકાણ કરાવ્યું રાજસ્થાનના સાંચોરમાં મેડિકલ સ્ટોર ધરાવતા જગદીશ બિશ્નોઇએ આશરે પાંચ મહિના અગાઉ અમદાવાદમાં રહેતા પોતાના મિત્ર સાથે શેરબજાર અથવા ક્રિપ્ટોમાં રોકાણ અંગે વાત કરી હતી. મિત્રએ તેમને દુબઈમાં રહેતા સચીન જોષીનો મોબાઇલ નંબર આપી સંપર્ક કરાવ્યો હતો. જે બાદ સચીન સાથે વાત કરતા તેણે ક્રિપ્ટોમાં રોકાણ કરવાથી સારો નફો મળવાની ખાતરી આપી હતી. તેની વાતમાં આવીને ફરિયાદીએ પ્રથમ 95 હજારનું રોકાણ કર્યું હતું, જે રકમના બદલામાં એપ્લિકેશનના ખાતામાં USDT જમા કરવામાં આવ્યા હતા. બાદમાં 23 અને 47 લાખ પડાવી ફોન બંધ કર્યો આ પછી સચીને 25 હજાર USDT મેળવવા માટે રૂપિયા માંગ્યા હતા. તેના કહેવાથી ફરિયાદીએ મેહુલ પારેખને આંગડિયા મારફતે 23.93 લાખ મોકલ્યા હતા અને તેના બદલામાં એપ્લિકેશનના ખાતામાં 25 હજાર USDT જમા થયા હતા. આથી વિશ્વાસ વધતાં તેમણે ફરી રોકાણના હેતુથી મેહુલ પારેખને આંગડિયા મારફતે 47.78 લાખ આપ્યા હતા. પરંતુ ત્યારબાદ USDTમાં રોકાણ અંગે કોઈ માહિતી ન મળતા ફરિયાદીએ સચીનનો સંપર્ક કર્યો હતો. આર્થિક ગુના નિવારણ શાખામાં ત્રણ સામે ફરિયાદ સચીને સમસ્યા દૂર કરવાની વાત કરી સમય પસાર કર્યો અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો. મેહુલ પારેખનો સંપર્ક કરતાં તેણે રકમ અક્ષય જોષીને આપી હોવાનું જણાવ્યું હતું. આખરે છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતાં ફરિયાદીએ EOWમાં અરજી કરી હતી. પોલીસે ઇસનપુરના સચીન જોષી, અક્ષય જોષી, અને મેહુલ પારેખ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan