business
ખેડૂત બનવું સહેલું નથી ! રોકાણ સામે રિટર્નની ક્યારેય કોઈ ગેરેન્ટી નહીં
ખેતરમાં મુરઝાતી મગફળી, ખાલીખમ કૂવા, સૂકાભઠ્ઠ નદી અને ડેમ. અત્યંત વેદના ભરેલી આ સ્થિતિમાં આકાશ તરફ મીટ માંડીને બેઠેલા આ દ્વારકાના ઠાકર શેરડી ગામના ખેડૂતોને મેઘરાજાએ જાણે કે રઝળાવી મૂક્યા છે. આ એક ગામની નહીં પણ અનેક ગામના ખેડૂતોની સ્થિતિનો ચિતાર છે. એક-દોઢ મહિના પહેલાં ઓછા વરસાદમાં પણ મગફળીના વાવેતરનું સાહસ ખેડ્યું. પણ મેઘરાજાએ હવે જાણે કે ભરોસો તોડી નાખ્યો છે. ખેતરમાં ઊભો પાક હવે સૂકાવા લાગ્યો છે. એકાદ અઠવાડિયામાં વરસાદ નહીં આવે તો ખેતરમાંથી કંઈ જ હાથમાં આવે એવું એકપણ એંધાણ નથી. જિલ્લામાં સરેરાશ માત્ર સાડા છ ટકા આસપાસ વરસાદ થયો છે. જેણે ખેડૂતોના ખર્ચા પર પાણી ફેરવ્યું છે. ખેડ, ખાતર, બિયારણ, દવા, મજૂરી સહિત વીઘા દીઠ અંદાજે 7 હજાર જેટલો ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને એક રૂપિયાની પણ આવક થાય એવી હાલની ઘડીએ આશા નથી.
Read full article on News18 Gujarati