politics
કદવાલ ગામે માતાજીના મંદિરે 108 દીવડા પ્રગટાવ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી, ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી
આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો. આ નિમિત્તે કદવાલ ગામે માતાજીના મંદિરે 108 દીવડા પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામજનોએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કદવાલ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રૂજલીબેન જામસીંગભાઇ અને છોટાઉદેપુરના સંગઠન મહામંત્રી રમણભાઈ બારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કદવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ, જમાદાર નગીનસિંહ દાદા અને તેમનો સ્ટાફ પણ હાજર હતો. માજી સરપંચ સામંતસિંહ, વ્યાપારી મંડળના પ્રમુખ અને મંત્રી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ હાજરી આપી હતી.
Read full article on Divya Bhaskar