top
કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં હિન્દી દિવસની ઉજવણી:શાળામાં હિન્દી-સંસ્કૃત મેળાનું આયોજન, 53 વિદ્યાર્થીઓએ લીધો ભાગ
કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં હિન્દી દિવસની ઉત્સાહથી ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે શાળામાં હિન્દી-સંસ્કૃત મેળાનું આયોજન કરાયું હતું. મેળામાં હિન્દી અને સંસ્કૃત વિષયને લગતી કુલ 53 કૃતિઓ રજૂ કરાઈ. શાળાના 53 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને ભાષાપ્રેમનો પરિચય આપ્યો હતો. મેળામાં વિદ્યાર્થીઓએ “हिन्दी हमारी मातृभाषा” અને “संस्कृतं जगतः जननी” જેવા સૂત્રો દ્વારા હિન્દી અને સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. હિન્દી ભાષાના વિકાસમાં સાહિત્યકારોના યોગદાન અને સંસ્કૃત ભાષાની સમૃદ્ધ, પ્રાચીન પરંપરાને ઉજાગર કરતા વિવિધ પ્રદર્શનો પણ યોજાયા હતા. કાર્યક્રમના આયોજન માટે આચાર્ય બિપીનચંદ્ર પંચાલે માર્ગદર્શન આપ્યું હતું. મેળાની સમગ્ર વ્યવસ્થા અને આયોજનમાં કો-ઓર્ડિનેટર તેજલબહેન ડણાક સાથે હિન્દી-સંસ્કૃત વિષયના શિક્ષકો કંચનબહેન મિશ્રા, અંકિતાબહેન જોષી, કૃપાબહેન પંડ્યા અને શિલ્પાબહેન રબારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હિન્દી-સંસ્કૃત મેળો વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે રસ, સર્જનાત્મકતા અને ભારતીય ભાષાકીય વારસાની સમજ વિકસાવવાનો સારો પ્રયાસ રહ્યો હતો.
Read full article on Divya Bhaskar