Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
environment

જૂની વાંસની ટોપલી ફેંકી દેશો નહીં, ઘરે જ બનાવો અનોખું સિમેન્ટનું કુંડું, બગીચો ખીલી ઉઠશે

📰 The Indian Express 🕐 1 min read 📅 September 20, 2026 👁 2 views
જૂની વાંસની ટોપલી ફેંકી દેશો નહીં, ઘરે જ બનાવો અનોખું સિમેન્ટનું કુંડું, બગીચો ખીલી ઉઠશે
ઘરોમાં ફળો, શાકભાજી અને અન્ય વસ્તુઓ રાખવા માટે વાંસની જૂની ટોપલીઓનો ઉપયોગ ઘણીવાર કરવામાં આવે છે. તે દેખાવમાં આકર્ષક હોય છે પરંતુ સમય જતાં તેનો રંગ ઝાંખો પડી જાય છે, ધૂળ અને ગંદકીને કારણે તે મેલી થઈ જાય છે અથવા તેમાં થોડું નુકસાન થાય છે. પરિણામે લોકો તેને નકામી સમજીને ઘણીવાર ફેંકી દે છે. જોકે તમે આ જૂની વાંસની ટોપલીઓને તમારા બગીચા માટે સુંદર અને અનોખી ડિઝાઈનવાળા પ્લાન્ટર્સ (કુંડાં) માં ફેરવી શકો છો. આ પ્લાન્ટર્સમાં ટોપલીની ગૂંથણીની પેટર્ન પણ જળવાઈ રહે છે. ચાલો જાણીએ કે વાંસની જૂની ટોપલીનો ઉપયોગ કરીને ઘરે સિમેન્ટનું પ્લાન્ટર કેવી રીતે બનાવી શકાય. પ્લાન્ટર બનાવવા માટે એવી વાંસની ટોપલી પસંદ કરો જે મજબૂત, સૂકી અને સારી સ્થિતિમાં હોય. ઉપરાંત એવી ટોપલી પસંદ કરો જેમાં ગૂંથણીની પેટર્ન સ્પષ્ટ અને ઉપસેલી હોય. સૌથી પહેલા ટોપલી પરની ધૂળ, ગંદકી કે કચરો સાફ કરો. સિમેન્ટ લગાવતા પહેલા ટોપલીની બનાવટને ધ્યાનથી જુઓ. જો સિમેન્ટ અંદરની ગૂંથણીના સીધા સંપર્કમાં આવશે તો તે ટેક્સચર (ગૂંથણીની છાપ) પ્લાન્ટરની બહારની સપાટી પર ઉપસી આવશે. આશરે એક ભાગ સિમેન્ટ અને બેથી ત્રણ ભાગ ઝીણી રેતીનું મિશ્રણ લો અને તેમાં ધીમે ધીમે પાણી ઉમેરીને સારી રીતે મિશ્રણ તૈયાર કરો. મિશ્રણની ઘટ્ટતા બહુ પાતળી કે બહુ સૂકી ન હોવી જોઈએ. તે એટલું ફેલાવી શકાય તેવું હોવું જોઈએ કે ટોપલીની ગૂંથણીની ખાલી જગ્યાઓમાં તે યોગ્ય રીતે ભરાઈ જાય. હવે ટોપલીની અંદર સિમેન્ટના મિશ્રણનું એકસરખું પડ લગાવવાનું શરૂ કરો. તેને તમારા હાથથી ફેલાવો અને હળવા હાથે દબાવો જેથી તે ગૂંથણીની સાથે બરાબર બેસી જાય. પેટર્ન ઉપસાવવા માટે સિમેન્ટની સપાટી પર મજબૂતીથી દબાવવું જરૂરી છે, કારણ કે તેનાથી મિશ્રણ ગૂંથણીની નાની તિરાડોમાં પણ પહોંચી શકે છે. ત્યારબાદ એક નાનું પ્લાસ્ટિકનું કુંડું અથવા ટોપલી લો. જે તમારી વાંસની ટોપલી કરતાં નાની હોય અને તેને સિમેન્ટના પડની વચ્ચે મૂકો. તેની આસપાસ સમાન અંતર રાખો જેથી પ્લાન્ટરની દીવાલોની જાડાઈ એકસરખી રહે. ખાતરી કરો કે તમે પ્લાન્ટરના તળિયે પાણીના નિકાલ માટે એક કાણું (ડ્રેનેજ હોલ) રાખો છો. આ હેતુ માટે તમે નાની પાઇપ અથવા પ્લાસ્ટિકના ગોળ ટુકડાનો ઉપયોગ કરી શકો છો. આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં ઘરે કુંડામાં ઉગાડો સુંદર મોર્નિંગ ગ્લોરી, આ સરળ ગાર્ડનિંગ ટિપ્સથી કુંડું ફૂલોથી ઊભરાશે સિમેન્ટ નાખ્યા પછી ટોપલીને સુરક્ષિત જગ્યાએ મૂકો અને તેને 24 થી 48 કલાક સુધી સેટ થવા દો. એકવાર સિમેન્ટ મજબૂતીથી સેટ થઈ જાય પછી ટોપલીને હળવેથી દૂર કરો. જો ટોપલીના કોઈ ભાગ સાથે સિમેન્ટ ચોંટેલું રહી જાય તો તેને કાળજીપૂર્વક દૂર કરો. મોલ્ડ (સાંચો) દૂર કર્યા પછી તૈયાર થયેલા પ્લાન્ટરને સેટ થવા (ક્યોર થવા) માટે થોડા દિવસો સુધી બાજુ પર મૂકી રાખો. એકવાર સેટ થવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી પ્લાન્ટરની કિનારીઓને હળવા હાથે સેન્ડપેપરથી ઘસીને લીસી કરો. હવે તમે તેની બહારની સપાટી પર મેટ પેઇન્ટ અથવા સિમેન્ટ પેઇન્ટ કરી શકો છો. આનાથી ગૂંથણીની ડિઝાઈન વધુ સ્પષ્ટ રીતે ઉપસી આવશે. છેલ્લે પ્લાન્ટરમાં માટી ભરો અને તમારી પસંદગીનો છોડ વાવો.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan