Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

જન્માષ્ટમી મેળામાં DLSAએ કાનૂની સહાય સ્ટોલ લગાવ્યો:નાગરિકોને મફત કાનૂની માહિતી અને માર્ગદર્શન અપાયું, મેયર-ડેપ્યુટી કમિશનરે મુલાકાત લીધી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 6, 2026 👁 3 views
જન્માષ્ટમી મેળામાં DLSAએ કાનૂની સહાય સ્ટોલ લગાવ્યો:નાગરિકોને મફત કાનૂની માહિતી અને માર્ગદર્શન અપાયું, મેયર-ડેપ્યુટી કમિશનરે મુલાકાત લીધી
જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA) દ્વારા જન્માષ્ટમી લોકમેળામાં 'લીગલ એઈડ એટ લોક મેળા' કાર્યક્રમ હેઠળ કાનૂની સહાય અને જાગૃતિ માટે એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. આ સ્ટોલ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે બે દિવસ માટે ચાલ્યો હતો. તેનો મુખ્ય હેતુ 'બધા માટે ન્યાય' સુનિશ્ચિત કરવાનો હતો. આ બે દિવસના કાર્યક્રમનું આયોજન DLSA જામનગરના સેક્રેટરી અનિકેત એમ. શુક્લાના માર્ગદર્શન હેઠળ થયું હતું. પહેલા દિવસે ઉદ્ઘાટન પ્રસંગે DLSA જામનગરના સેક્રેટરી, પેનલ એડવોકેટ શીતલબેન ખેતીયા, DLSA અને TLSCના સ્ટાફ તેમજ DLSA-TLSCની PLV ટીમ હાજર રહી હતી. આ બે દિવસ દરમિયાન, ટીમે સ્ટોલ પર આવતા નાગરિકોને મફત કાનૂની સહાય, કાનૂની અધિકારો અને જુદી જુદી કાનૂની સેવાઓ વિશે પ્રાથમિક માહિતી આપી હતી. જરૂરિયાતમંદ અને પાત્ર લોકોને કાનૂની સેવાઓ વિશે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.આ બે દિવસના કાર્યક્રમમાં, પહેલા દિવસે મેયર મોનિકાબેન વ્યાસ અને જામનગર મહાનગરપાલિકાના જુદા જુદા વોર્ડના કોર્પોરેટરોએ DLSAના કાનૂની સહાય સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે કાનૂની જાગૃતિની સામગ્રી અને નાગરિકોને અપાતી કાનૂની માહિતી વિશે જાણકારી મેળવી હતી. બીજા દિવસે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ પણ સ્ટોલની મુલાકાત લીધી હતી. મેયર મોનિકાબેન વ્યાસ અને ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ 'લીગલ એઈડ એટ લોક મેળા' હેઠળ DLSA દ્વારા કરાતી કામગીરીને બિરદાવી શુભેચ્છા આપી હતી.જન્માષ્ટમી લોકમેળા જેવા મોટા જનમેળામાં 'લીગલ એઈડ એટ લોક મેળા' સ્ટોલ દ્વારા કાનૂની સેવાઓને સીધી જનતા સુધી પહોંચાડવાનો આ પ્રયાસ DLSA જામનગર માટે એક ખાસ પહેલ બની રહ્યો. આ સ્ટોલનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને તેમના કાનૂની અધિકારો, ઉપલબ્ધ કાનૂની ઉપાયો અને પાત્ર લોકોને મળતી મફત કાનૂની સહાય વિશે માહિતી અને માર્ગદર્શન આપવાનો હતો. સ્ટોલ પર આવતા નાગરિકોને કાનૂની સહાય મેળવવાની પ્રક્રિયા, તેમના અધિકારો અને ઉપલબ્ધ કાનૂની સેવાઓ વિશે જરૂરી માહિતી આપવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan