Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

Jio Platformsના IPOને SEBIની મંજૂરી, ભારતના સૌથી મોટા IPOમાં સામેલ થવાની શક્યતા

📰 Sandesh 🕐 1 min read 📅 August 29, 2026 👁 5 views
Jio Platformsના IPOને SEBIની મંજૂરી, ભારતના સૌથી મોટા IPOમાં સામેલ થવાની શક્યતા
રિલાયન્સ ગ્રુપની ટેલિકોમ કંપની Jio Platformsના શેરબજારમાં લિસ્ટિંગનો માર્ગ હવે વધુ સ્પષ્ટ થયો છે. માર્કેટ રેગ્યુલેટર SEBIએ કંપનીના IPO પ્લાનને મંજૂરી આપી છે. Jio Platformsએ 19 જૂને DRHP ફાઈલ કર્યું હતું. હવે કંપની IPO પ્રક્રિયાને આગળ વધારી શકશે. આ IPO ભારતના સૌથી મોટા IPOમાં સામેલ થઈ શકે છે. કંપની ઈશ્યૂમાં 27 કરોડ નવા શેર ઈશ્યુ કરશે, જેના કારણે તેની આશરે 2.93 ટકા હિસ્સેદારી ડાઈલ્યુટ થશે. IPOમાંથી મળનારી રકમમાંથી લગભગ ₹27,500 કરોડનો ઉપયોગ લોન ચૂકવવા માટે કરવામાં આવશે. Jio Platformsમાં કોની કેટલી ભાગીદારી? Jio Platformsમાં Reliance Industries સૌથી મોટી શેરહોલ્ડર છે અને તેની પાસે 66.43 ટકા હિસ્સો છે. Meta Platforms પાસે 9.98 ટકા અને Google પાસે 7.73 ટકા હિસ્સો છે. Saudi Arabiaના Public Investment Fund, KKR અને Vista Equity Partners પાસે 2.31 ટકા હિસ્સો છે. આ ઉપરાંત Silver Lake પાસે 1.88 ટકા, Mubadala પાસે 1.85 ટકા, General Atlantic Singapore પાસે 1.34 ટકા, Abu Dhabi Investment Authority પાસે 1.16 ટકા અને TPG Capital પાસે 0.93 ટકા હિસ્સો છે. જૂન ક્વાર્ટરમાં મજબૂત વૃદ્ધિ જૂન ક્વાર્ટરમાં Jio Platformsની આવક વાર્ષિક ધોરણે 12 ટકા વધીને ₹45,961 કરોડ થઈ હતી. ઓપરેશન્સમાંથી આવક ₹39,173 કરોડ રહી, જ્યારે EBITDA 15 ટકા વધીને ₹20,865 કરોડ થયો હતો. EBITDA માર્જિન 52 ટકાથી વધીને 53 ટકા થયું. કંપનીનો નફો 9.2 ટકા વધીને ₹7,764 કરોડ રહ્યો. જૂન ક્વાર્ટરના અંતે Jio Platformsનો સબસ્ક્રાઈબર બેઝ વધીને 53.33 કરોડ થયો હતો. 5G સબસ્ક્રાઈબર્સની સંખ્યા 28.5 કરોડ પર પહોંચી છે. કંપનીનો કુલ ડેટા ટ્રાફિક પણ 26.9 ટકા વધીને 69.4 અબજ GB થયો હતો. SEBIએ Bharat PET, Sadbhav Futuretech, MK Sons Fine Jewels, Pushp Brand India અને Paras Healthcareના IPOને પણ મંજૂરી આપી છે. આ પણ વાંચો : Tata Sonsને મળી 3 મહિનાની રાહત, AGM ટાળ્યા બાદ લીધો મોટો નિર્ણય ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan