Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

જીડીપી ગ્રોથ પર રવિશંકર પ્રસાદે કહ્યું - પીએમ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ કરી રહ્યો છે

📰 The Indian Express 🕐 1 min read 📅 September 1, 2026 👁 2 views
જીડીપી ગ્રોથ પર રવિશંકર પ્રસાદે કહ્યું - પીએમ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ કરી રહ્યો છે
India GDP Growth : નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7.8 ટકા રહ્યા બાદ તેને લઈને ઘણું રાજકારણ થઇ રહ્યું છે, જ્યાં એક તરફ વૈશ્વિક કટોકટી વચ્ચે જીડીપી ગ્રોથને લઇને સરકાર પોતાની પીઠ થપથપાવી રહી છે, તો વિપક્ષી દળો મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરી રહી છે. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદે આ ગ્રોથને ભારતની મજબૂત અર્થવ્યવસ્થા અને કેન્દ્રની આર્થિક નીતિઓ અને સ્થિર નેતૃત્વના પરિણામને આપ્યો છે. સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા પર કરેલી ટિપ્પણીઓનો પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. વૈશ્વિક સંકટ વચ્ચે ભારતે ખૂબ જ ઝડપી આર્થિક વૃદ્ધિ નોંધાવી મંગળવારે ભાજપ મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા રવિશંકર પ્રસાદે કહ્યું કે એપ્રિલ, મે અને જૂન મહિનામાં વૈશ્વિક સંકટ વધુ ઘેરું બન્યું હતું. વૈશ્વિક સ્તર પર આર્થિક અનિશ્ચિતતાઓ, ખાડી સંકટ, તેલ પુરવઠાના પડકારો અને સપ્લાય ચેઇન વિક્ષેપો હોવા છતાં ભારતે ખૂબ જ ઝડપી આર્થિક વૃદ્ધિ નોંધાવી છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે ભારતનો જીડીપી ગ્રોથ એટલા માટે જરૂરી છે કારણ કે આ વર્ષની શરૂઆતથી જ વૈશ્વિક અનિશ્ચિતતા બનેલી છે, જેના કારણે ઓઈલ અને સપ્લાય ચેઈનમાં ઘણી સમસ્યાઓ હતી, તેમ છતાં ભારતની અર્થવ્યવસ્થામાં 7.8 ટકાનો વધારો થયો છે. ભાજપના સાંસદના જણાવ્યા અનુસાર ભારતની સરખામણીમાં કેનેડામાં 1.5 ટકા, જર્મનીમાં 1 ટકા અને બ્રિટનમાં 2.1 ટકા છે. મલેશિયામાં 6 ટકા, દક્ષિણ કોરિયા 3.7 ટકા પર છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ કરી રહ્યો છે: રવિશંકર પ્રસાદ રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે હું દેશના ઇકોનમિક મેનેજમેન્ટ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરું છું કે તેમના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતનું આર્થિક વ્યવસ્થાપન પ્રશંસનીય છે. રવિશંકર પ્રસાદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન, સમજદારી અને નેતૃત્વની પ્રશંસા કરી હતી. સાથે સાથે તેમણે નાણાં મંત્રાલય અને નાણાં મંત્રીના આર્થિક વ્યવસ્થાપનની પ્રશંસા કરી હતી અને તેને ભારતની મજબૂત આર્થિક સ્થિતિમાં મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. બિશ્કેકમાં વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું - યુદ્ધ ખતમ કરવું જરૂરી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર શું કહ્યું? આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીની તે ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપી હતી જે તેમણે અર્થવ્યવસ્થા વિશે કરી હતી . રવિશંકર પ્રસાદે કહ્યું કે શું રાહુલ ગાંધીએ દેશનું મનોબળ નબળું પાડવા માટે કરાર લીધો છે? આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર ઘણા મુદ્દાઓ પર પૂરા વિશ્વાસ સાથે ખોટી વાતો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે રાહુલ ગાંધીના અહેવાલ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જેમાં તેમણે ભારતીય અર્થવ્યવસ્થા મૃત અર્થવ્યવસ્થા ગણાવી હતી. રવિશંકર પ્રસાદે કહ્યું કે 7.8 ટકા જીડીપી ગ્રોથ રાહુલ ગાંધીના તે દાવાનો જવાબ છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan