top
Jetpur: ધારાસભ્ય જયેશ રાદડિયા રાઇડ્સમાં બેઠા અને બાળકીને રમકડું ભેટ આપ્યું
પવિત્ર જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે જેતપુર સિટી કાઉન્સિલ દ્વારા શહેરના પ્રજાજનો માટે ભવ્ય લોકમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના તહેવારને લઈને જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બાળકો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં મેળામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને આનંદમય બની ગયું હતું. ધારાસભ્ય જયેશ રાદડિયાનો દેશી અંદાજ મેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ, મનોરંજનના સાધનો અને વિવિધ આકર્ષક રાઇડ્સ લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.લોકમેળાની રોનક વધારવા માટે જેતપુર-જામકંડોરણા વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા પોતાના સમર્થકો અને પક્ષના હોદ્દેદારો સાથે મેળામાં પહોંચ્યા હતા. તેમણે સામાન્ય નાગરિકની જેમ મેળામાં ફરીને વિવિધ રાઇડ્સમાં બેસી અનોખા અંદાજમાં લોકમેળાની મોજ માણી હતી. લોકપ્રતિનિધિના આ પ્રજાપ્રિય અંદાજથી લોકોમાં ભારે ઉત્સાહ ધારાસભ્ય જયેશ રાદડિયાએ લોકમેળાની વિવિધ રાઇડ્સમાં બેસીને ઉત્સાહપૂર્વક મેળાનો આનંદ માણ્યો હતો. મેળામાં ફરતી વખતે રમકડાંના એક સ્ટોલ પર જઈને તેમણે રમકડું ખરીદ્યું હતું અને ત્યાં ઉપસ્થિત એક નાની બાળકીને પ્રેમપૂર્વક ભેટ આપ્યું હતું. આ મુલાકાતમાં તેમની સાથે જેતપુર નગરપાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ ભાજપ સંગઠનના વિવિધ આગેવાનો જોડાયા હતા. પોતાના લોકપ્રતિનિધિને આ રીતે પોતાની વચ્ચે સહજ અંદાજમાં મેળાનો આનંદ માણતા જોઈને ઉપસ્થિત જનમેદનીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પણ વાંચો: Ahmedabad: કૃષ્ણનગર 50 લાખની લૂંટનો મુખ્ય આરોપી અજૂબા પકડાયો; 47 ગુનાનો ભોપાળો બહાર આવ્યો
Read full article on Sandesh