politics
Janmashtami 2026 : જન્માષ્ટમી 2026 ક્યારે છે 3 કે 4 સપ્ટેમ્બર? જાણો તારીખ, પૂજાનું શુભ મૂહુર્ત અને ધાર્મિક મહત્વ
Janmashtami 2026 Date: કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. માન્યતા છે કે ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના વદ પક્ષમાં આઠમના દિવસે રોહિણી નક્ષત્ર દરમિયાન મથુરાની જેલમાં થયો હતો. આ દિવસે ભક્તો ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરે છે, ઉપવાસ કરે છે અને મધ્યરાત્રિએ ધાર્મિક વિધિઓ સાથે જન્મ જયંતિની ઉજવણી કરે છે. 2026 માં જન્માષ્ટમી ક્યારે આવે છે તે જાણીએ. જનમાષ્ટમી 2026 તારીખ આઠમ તિથિનો પ્રારંભ : 3 સપ્ટેમ્બર, રાત્રે 12:26 મિનિટ પર આઠમ તિથિ સમાપ્ત: 4 સપ્ટેમ્બર, રાત્રે 12:14 મિનિટ પર ધાર્મિક માન્યતાઓ અનુસાર ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હોય ત્યારે જન્માષ્ટમીની ઉજવણી કરવી શુભ માનવામાં આવે છે. આ વર્ષે રોહિણી નક્ષત્ર 3 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:30 વાગ્યે શરૂ થશે અને 4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:14 વાગ્યા સુધી ચાલશે. પંચાગની ગણતરીઓના આધારે કૃષ્ણ જન્માષ્ટમી 4 સપ્ટેમ્બર 2026 ના રોજ ઉજવવામાં આવશે. પૂજા માટે શુભ મુહૂર્ત કૃષ્ણ જન્માષ્ટમી પૂજા માટે શુભ મુહૂર્ત 4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11: 57 વાગ્યાથી 5 સપ્ટેમ્બરના રોજ બપોરે 12: 43 વાગ્યા સુધી રહેશે. 5 સપ્ટેમ્બરના રોજ સવારે 6:01 વાગ્યે ઉપવાસ તોડી શકાય છે. જન્માષ્ટમીનું ધાર્મિક મહત્વ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભક્તો ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચના કરે છે અને ઉપવાસ રાખે છે. ભગવાન કૃષ્ણના જન્મ સમયે રાતના 12 વાગ્યે વિશેષ પૂજા, અભિષેક અને આરતી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જન્માષ્ટમીના દિવસે ભક્તિભાવથી ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ પુત્રદા એકાદશી 2026 ક્યારે છે? જાણો તારીખ, શુભ મુહૂર્ત, પારણાંનો સમય અને પૂજા વિધિ આ દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજાનું વિશેષ મહત્વ છે. ભક્તો તેમને પંચામૃતથી સ્નાન કરાવે છે, નવા વસ્ત્રો પહેરાવે છે અને તેમને માખણ-મિશ્રી, પંજીરીનો પ્રસાદ અર્પણ કરે છે. એવું માનવામાં આવે છે કે જન્માષ્ટમીનું વ્રત રાખવાથી અને તેમની પૂજા કરવાથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળે છે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ડિસ્ક્લેમર : આ લેખ સંપૂર્ણપણે જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. વધુ માહિતી માટે, પંચાંગ, શાસ્ત્રો અથવા કોઈ વિદ્વાનનો સંપર્ક કરો.
Read full article on The Indian Express