Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

IPO This Week : મિલ્કી મિસ્ટ ડેરી સહિત 9 આઈપીઓ ખુલશે, નવા અઠવાડિયામાં 8 કંપનીના શેર લિસ્ટેડ થશે

📰 The Indian Express 🕐 1 min read 📅 August 10, 2026 👁 11 views
IPO This Week : મિલ્કી મિસ્ટ ડેરી સહિત 9 આઈપીઓ ખુલશે, નવા અઠવાડિયામાં 8 કંપનીના શેર લિસ્ટેડ થશે
Upcoming IPO And Share Listing This Week : શેરબજારના રોકાણકારોને આઈપીઓ માર્કેટમાં કમાણી કરવાની તક મળશે છે. 10 ઓગસ્ટથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 9 IPO ખુલી રહ્યા છે. તેમા મિલ્કી મિસ્ટ ડેરી અને મોલબાયો ડાયગ્નોસ્ટિક સહિત 5 મેનબોર્ડ સેગમેન્ટના પબ્લિક ઇશ્યૂ છે. તેમજ નવા સપ્તાહમાં સ્ટોક એક્સચેન્જ પર 8 કંપનીઓના શેર લિસ્ટેડ થવાના છે. ઉપરાંત પાછલા અઠવાડિયે ખુલેલા 4 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની તક પણ મળશે. Dhoot Transmission IPO : ધુત ટ્રાન્સમિશન આઈપીઓ ધુત ટ્રાન્સમિશન IPO મેનબોર્ડ સેગમેન્ટનો પબ્લિક ઇશ્યૂ છે. કંપનીનો ₹ 3066.89 કરોડો IPO 10 ઓગસ્ટ ખુલશે અને 12 ઓગસ્ટ બંધ થશે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 829 - 871 પ્રતિ શેર અને લોટ સાઇઝ 17 શેર છે. શેર એલોટમેન્ટ થયા બાદ NSE અને BSE પર 17 ઓગસ્ટે શેર લિસ્ટેડ થશે. Molbio Diagnostics IPO : મોલબાયો ડાયગ્નોસ્ટિક આઈપીઓ મોલબાયો ડાયગ્નોસ્ટિક આઈપીઓ સબ્સક્રિપ્શન 10 થી 12 ઓગસ્ટ સુધી થશે. કંપની IPO દ્વારા ₹ 939.70 કરોડ એક્ત્ર કરવાની છે. આ IPO પણ મેનબોર્ડ સેગમેન્ટનો છે, જેનું શેર લિસ્ટિંગ 17 ઓગસ્ટના રોજ BSE, NSE પર થશે. કંપનીએ IPO ઇશ્યૂ પ્રાઇસ ₹ 768 - 807 પ્રતિ શેર અને લોટ સાઇઝ 18 શેર નક્કી કરી છે. Milky Mist Dairy Food IPO : મિલ્ક મિસ્ટ ડેરી ફૂડ આઈપીઓ ડેરી પ્રોડક્ટ કંપની મિલ્ક મિસ્ટ ડેરી ફૂડ કંપનીનો મેનબોર્ડ આઈપીઓ 11 ઓગસ્ટ ખુલશે. કંપની IPO દ્વારા ₹ 1,553 કરોડ ઉભા કરવાની છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ ₹ 133 - 140 પ્રતિ શેર અને લોટ સાઇઝ 107 શેર છે. આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ છે. સ્ટોક એલોટમેન્ટ થયા બાદ NSE અને BSE પર 18 ઓગસ્ટે શેર લિસ્ટેડ થશે. Sham Foam IPO : શામ ફોમ આઈપીઓ શામ ફોમ આઈપીઓ 11 ઓગસ્ટ ખુલશે અને 13 ઓગસ્ટ બંધ ખુલશે. IPOનું કુલ કદ ₹ 40.48 કરોડ છે. આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ ₹ 130 પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. કંપનીના શેરનું લિસ્ટિંગ BSE SME પર 18 ઓગસ્ટે થશે. Fascinate Textiles IPO : ફેસિનેટ ટેક્સટાઇલ્સ આઈપીઓ ફેસિનિટ ટેક્સટાઇલ્સ કંપનીનો ₹ 66.98 કરોડનો આઈપીઓ 11 ઓગસ્ટ ખુલશે અને 13 ઓગસ્ટ બંધ થશે. કંપનીએ આઈપીઓ પ્રાઇસ બેન્ડ ₹ 148 - 156 પ્રતિ શેર અને લોટ સાઇઝ 800 શેર નક્કી કરી છે. કંપનીનો શેરનું લિસ્ટિંગ 18 ઓગસ્ટે NSE SME પર થઇ શકે છે. Behari Lal Engineering IPO : બેહારી લાલ એન્જિનિયરિંગ આઈપીઓ બેહારી લાલ એન્જિનિયરિંગ કંપનીનો ₹302 કરોડનો આઈપીઓ 12 ઓગસ્ટ ખુલશે. કંપનીએ IPO ઇશ્યૂ પ્રાઇસ ₹ 271 - 285 પ્રતિ શેર અને લોટ સાઇઝ 52 શેર નક્કી કરી છે. રોકાણકારો 14 ઓગસ્ટ સુધી આઈપીઓ માટે બોલી લગાવી શકે છે. શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ NSE અને BSE પર 19 ઓગસ્ટના રોજ કંપનીના શેર લિસ્ટેડ થશે. Pramodini Medicare IPO : પ્રમોદિની મેડિકેર આઈપીઓ પ્રમોદિની મેડિકેર કંપનીનો ₹ 69.04 કરોડનો આઈપીઓ 12 ઓગસ્ટ ખુલશે અને 14 ઓગસ્ટ બંધ થશે. કંપનીએ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે શેર દીઠ ઇશ્યૂ પ્રાઇસ ₹ 110 - 118 અને લોટ સાઇઝ 1200 શેર નક્કી કરી છે. કંપનીના શેર NSE SME પર 19 ઓગસ્ટના રોજ લિસ્ટેડ થઇ શકે છે. Shiprocket IPO : શિપરોકેટ લિમિટેડ આઈપીઓ શિપરોકેટ લિમિટેડ આઈપીઓ મેનબોર્ડ સેગ્મેન્ટનો પબ્લિક ઇશ્યૂ છે. IPO સબ્સક્રિપ્શન 12 થી 14 ઓગસ્ટ દરમિયાન કરી શકાશે. કંપની IPO દ્વારા ₹ 1,617.48 કરોડ એક્ત્ર કરવાની છે, જેની માટે ઇશ્યૂ પ્રાઇસ ₹ 92 - 97 પ્રતિ શેર અને લોટ સાઇઝ 154 શેર નક્કી કરી છે. કંપનીના આઈપીઓ શેર લિસ્ટિંગ NSE અને BSE પર 19 ઓગસ્ટના રોજ થશે. Q&T Foods IPO : ક્યુ એન્ડ ટી ફૂડસ આઈપીઓ ક્યુ એન્ડ ટી ફૂડ્સ કંપનીનો ₹ 26.25 કરોડનો આઈપીઓ 12 ઓગસ્ટ ખુલશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ ₹ 115 રૂપિયા અને લોટ સાઇઝ 1200 શેર નક્કી કરી છે. રોકાણકારો 14 ઓગસ્ટ સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકે છે. 17 ઓગસ્ટે શેર એલોટમેન્ટ થયા બાદ 19 ઓગસ્ટે BSE SME પર કંપનીના શેર લિસ્ટેડ થશે. ઉપરોક્ત આઈપીઓ સિવાય રોકાણકારો પાછલા અઠવાડિયામાં ખુલેલા 4 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તક મળશે. જેમ LAPL ઓટોમોટિવ આઈપીઓ, ટેક્નોક્રાફ્ટ વેન્ચર્સ આઈપીઓ, Optimystix એન્ટરટેન્મેન્ટ આઈપીઓ અને LEAP ઈન્ડિયા આઈપીઓ સામેલ છે. Share Listing This Week : આ અઠવાડિયે 8 કંપનીના શેર લિસ્ટેડ થશે શેરબજારમાં 10 ઓગસ્ટથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 8 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેની માહિતી આ મુજબ છે. 10 ઓગસ્ટ : NSE SME પ્લેટફોર્મ પર અનાવિલ વાયર એન્જિનિયરિંગના શેર લિસ્ટેડ થશે. 11 ઓગસ્ટ : BSE SME એક્સચેન્જ પર Aegeus ટેક્નોલોજીસ કંપનીના શેર લિસ્ટિંગ કરશે. 12 ઓગસ્ટ : NSE અને BSE પર આર્દિ ઈન્ડસ્ટ્રીઝ અને BSE SME પર જીવી ઇલેક્ટ્રિકલ્સ કંપનીના શેર લિસ્ટેડ થવાના છે. 13 ઓગસ્ટ : BSE SME પર LAPL ઓટોમોટિવ કંપનીના શેર લિસ્ટેડ થશે. 14 ઓગસ્ટ : NSE અને BSE પર LEAP India અને ટેક્નોક્રાફ્ટ વેન્ચર્સના શેરનું લિસ્ટિંગ થશે. તો એનએસઇ એસએમઇ પર Optimystix એન્ટરટેન્મેન્ટ કંપનીના શેર લિસ્ટેડ થવાના છે. Disclaimer : અહીં આપેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. Indian Express Gujarati ન્યૂઝ પોર્ટલ કોઇ પણ પ્રકારના રોકાણ કે નાણાકીય સલાહ આપતું નથી. બજાર જોખમને આધિન છે, આથી નાણાં કે રોકાણ સંબંધિત કોણ પણ નિર્ણય લેવાની પહેલા તેમારા ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેવી.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan