business
India GDP : 7.8 ટકાના GDP ગ્રોથ પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી, કહ્યું 'ભારત ફરી સફળતાની નવી ઊંચાઈએ'
નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થાએ 7.8 ટકાની GDP ગ્રોથ નોંધાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને મોટી સિદ્ધિ ગણાવી છે. કેન્દ્ર સરકારે 31 ઓગસ્ટે એપ્રિલ-જૂન ક્વાર્ટરના GDPના આંકડા જાહેર કર્યા હતા, જે બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. PM મોદીએ કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા, તેલના ભાવમાં ઉતાર-ચઢાવ અને સપ્લાય ચેઈન સાથે જોડાયેલી મુશ્કેલીઓ વચ્ચે પણ ભારતે 7.8 ટકાની મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે. તેમણે આ સફળતાનો શ્રેય ભારતીયોની સામૂહિક શક્તિને આપ્યો અને કહ્યું કે નિરાશાવાદીઓ ખોટા સાબિત થયા છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો મજબૂત દેખાવ સરકારી આંકડા અનુસાર, પ્રથમ ક્વાર્ટરમાં નૉમિનલ GDPમાં 10.3 ટકાનો વધારો થયો છે. જ્યારે વાસ્તવિક GVAમાં 8.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 9.2 ટકાનો વધારો થયો છે, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં 8.3 ટકા હતો. સર્વિસ સેક્ટરે પણ ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત ટેકો આપ્યો છે. આ ક્ષેત્રમાં 12.1 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ફાઈનાન્શિયલ, રિયલ એસ્ટેટ, IT, પ્રોફેશનલ સર્વિસિસ અને પ્રોપર્ટી સંબંધિત સેવાઓના સારા પ્રદર્શનને તેની પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. નિર્મલા સીતારમણે પણ કરી પ્રશંસા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ GDPના આંકડાને સકારાત્મક ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ મજબૂત પ્રદર્શન ભારતના લોકોની મહેનતનું પરિણામ છે. સાથે જ તેમણે કહ્યું કે NDA સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા અને અર્થવ્યવસ્થાના અસરકારક સંચાલનના સારા પરિણામો મળી રહ્યા છે. મોદી સરકાર દેશના નાગરિકો માટે આર્થિક તકો વધારવા માટે પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું. આ પણ વાંચો : Bihar TRE 4.0: શિક્ષક ભરતીની અરજી પ્રક્રિયા મોકૂફ, BPSC ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરશે
Read full article on Sandesh