top
ICICI બેન્કમાં LIC વધારશે હિસ્સો, RBIએ 9.99% સુધી ખરીદીની આપી મંજૂરી
ભારતની અગ્રણી ખાનગી બેન્કોમાંની એક ICICI બેન્કમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) હવે પોતાનો હિસ્સો વધારી શકશે. ICICI બેન્કે શનિવારે શેરબજારોને કરેલી નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું છે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ LICને બેન્કના પેઈડ-અપ શેર કેપિટલ અથવા વોટિંગ રાઈટ્સમાં 9.99 ટકા સુધીની હિસ્સેદારી ખરીદવાની મંજૂરી આપી છે. પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો RBIની મંજૂરી આપમેળે રદ થઈ જશે RBI તરફથી આ મંજૂરી 4 સપ્ટેમ્બર 2026ના રોજ આપવામાં આવી હતી. ICICI બેન્કને મળેલા પત્ર અનુસાર, LICએ એક વર્ષની અંદર આ હિસ્સેદારી હાંસલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જો નિર્ધારિત સમયગાળામાં સ્ટેક વધારવાની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો RBIની મંજૂરી આપમેળે રદ થઈ જશે. આ ઉપરાંત, હિસ્સો ખરીદવાની પ્રક્રિયામાં લાગુ પડતા તમામ કાયદા અને નિયમોનું પાલન કરવાનું રહેશે. LICની રોકાણ વ્યૂહરચનામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું LICનો ICICI બેન્કમાં હિસ્સો વધારવાનો નિર્ણય તેના તાજેતરના સફળ રોકાણો બાદ આવ્યો છે. ખાસ કરીને આઈટી ક્ષેત્રની ત્રણ મોટી કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ઈન્ફોસિસ અને HCL ટેક્નોલોજીસમાં LICના રોકાણે નોંધપાત્ર વળતર આપ્યું છે. જૂનના અંતે આ ત્રણેય કંપનીઓમાં LICના રોકાણની કુલ બજાર કિંમત આશરે ₹1.05 લાખ કરોડ હતી. 4 ઓગસ્ટ સુધીમાં આ મૂલ્ય વધીને લગભગ ₹1.26 લાખ કરોડ થયું હતું. એટલે કે માત્ર 35 દિવસના સમયગાળામાં LICને કાગળ પર આશરે ₹21,032 કરોડનો નફો થયો હતો. હવે ICICI બેન્કમાં 9.99 ટકા સુધીનો હિસ્સો ખરીદવાની RBIની મંજૂરી LICની રોકાણ વ્યૂહરચનામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો : Ratan Tataના નિધન બાદ ₹10,000 કરોડના શેરોનો વિવાદ, જાણો શું છે આખો મામલો
Read full article on Sandesh