business
IAF માટે મેગા ડીલ, 60 મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે ₹1 લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય વાયુસેનાના જૂના થઈ રહેલા કાર્ગો વિમાનના કાફલાને બદલવા માટે સંરક્ષણ મંત્રાલયે મોટી ખરીદી પ્રક્રિયા શરૂ કરી છે. મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 60 મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવા આશરે રૂ. 1 લાખ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. આ પ્રોજેક્ટમાં ભારતીય કંપનીઓને મુખ્ય ભૂમિકા આપવામાં આવશે. મહિન્દ્રા ડિફેન્સે બ્રાઝિલની એમ્બ્રેર સાથે ભાગીદારી કરી સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા મુજબ ટેન્ડર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), ટાટા અને મહિન્દ્રા સહિતની ભારતીય કંપનીઓને આપવામાં આવ્યું છે. મહિન્દ્રા ડિફેન્સે બ્રાઝિલની એમ્બ્રેર સાથે ભાગીદારી કરી છે અને C-390 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ રજૂ કરશે. બીજી તરફ ટાટા, લોકહીડ માર્ટિન સાથે મળીને C-130 વિમાન માટે ભાગ લઈ રહી છે. C-130 વિમાનનો ઉપયોગ ભારતીય વાયુસેના પહેલેથી જ સ્પેશિયલ ઓપરેશન માટે કરે છે. વિમાનોમાં 60 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક આ કાર્યક્રમ હેઠળ લગભગ 20 ટકા વિમાન ‘ફ્લાય-અવે’ સ્થિતિમાં એટલે કે તૈયાર સ્થિતિમાં ભારતને મળશે. બાકીના વિમાન ભારતમાં બનાવવામાં આવશે. ભારતમાં ઉત્પાદિત થનારા વિમાનોમાં 60 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ વિમાનો ભારતીય કંપનીઓ અને મૂળ વિમાન ઉત્પાદક કંપનીઓ વચ્ચેના સંયુક્ત સાહસ મારફતે ભારતમાં બનાવવામાં આવશે. ભારતીય વાયુસેના પાસે હાલમાં 12 C-130J સુપર હર્ક્યુલિસ વિમાન છે. આ ઉપરાંત C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કાર્યક્રમ હેઠળ આશરે 70 વિમાન વાયુસેનામાં સામેલ થવાના છે, જેમાં મોટા ભાગના વિમાન ભારતમાં બનાવવામાં આવશે. 100થી વધુ ટ્રેનર એરક્રાફ્ટ સામેલ કરવાની યોજના વાયુસેના પોતાના આધુનિકીકરણ અભિયાન હેઠળ 114 રાફેલ ફાઈટર જેટ ખરીદવાની પ્રક્રિયા પણ આગળ ધપાવી રહી છે. ઉપરાંત જૂના હોક ટ્રેનર વિમાનોને બદલવા માટે 100થી વધુ ટ્રેનર એરક્રાફ્ટ સામેલ કરવાની યોજના છે. નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો ઉપયોગ સૈનિકો અને ભારે સાધનોને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા ઉપરાંત જરૂરિયાત મુજબ હવામાં જ અન્ય વિમાનોમાં ઇંધણ ભરવા માટે ટેન્કર તરીકે પણ થઈ શકે છે. આ પણ વાંચો : Manipur : ગેરકાયદે હથિયારો સામે કડક એક્શન, 1,422 હથિયાર અને 1,137 વિસ્ફોટકો જપ્ત
Read full article on Sandesh