crime
હિંમતનગરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા:પોલીસે રૂ. 10,850 રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો
હિંમતનગર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંજીપાનાથી જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી ગંજીપાના અને રોકડ રૂ. 10,850 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ બુધવારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે હિંમતનગર જનરલ પોસ્ટ ઓફિસ પાછળ આવેલા ઓડવાસમાં એક ઓરડી આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાનાથી જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે સર્વેલન્સ સ્ક્વોડે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પિયુષકુમાર રમણભાઈ ખટીક, સંદીપભાઈ જયંતિભાઈ વાઘેલા, દિલીપભાઈ વિનોદભાઈ વાઘેલા, દિલીપકુમાર રત્નાજી ખટીક અને વિષ્ણુભાઈ ભલાભાઈ પટણીને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ જનરલ પોસ્ટ ઓફિસ પાછળ, ઓડવાસ, હિંમતનગરના રહેવાસી છે. પોલીસે સ્થળ પરથી ગંજીપાના અને રોકડ રૂ. 10,850 સહિત કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો. પાંચેય શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar