education
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નિર્ણય સામે હાઇકોર્ટનો સ્ટે:ચાર B.Ed. કોલેજોની 440 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશનો માર્ગ મોકળો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાર B.Ed. કોલેજોનું એફિલિયેશન રદ કરવાના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે યુનિવર્સિટીના નિર્ણયને રદ કરી આ ચારેય કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા આદેશ કર્યો છે. આ નિર્ણયથી કુલ 440 વિદ્યાર્થીઓ માટે પ્રવેશનો માર્ગ મોકળો થયો છે. 17 કોલેજોની તપાસ બાદ કાર્યવાહી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણને કેટલીક B.Ed. કોલેજો નિયમો વિરુદ્ધ ચાલતી હોવા અંગે અરજીઓ મળી હતી. તેના આધારે યુનિવર્સિટી દ્વારા 17 કોલેજોમાં તપાસ માટે કમિટી નીમવામાં આવી હતી. તપાસ કમિટીના રિપોર્ટના આધારે યુનિવર્સિટીએ 17 કોલેજોનું જોડાણ રદ કરી પ્રવેશ પ્રક્રિયા અટકાવી દીધી હતી. ચાર કોલેજોના સંચાલકોએ હાઇકોર્ટમાં રિટ કરી યુનિવર્સિટીના નિર્ણય સામે વાલમ B.Ed. કોલેજ, મીઠા ધરવા B.Ed. કોલેજ, વિરસોડા B.Ed. કોલેજ અને કડી કલ્યાણપુરા B.Ed. કોલેજના સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. સંચાલકોનો આક્ષેપ હતો કે યુનિવર્સિટી દ્વારા ખોટી અને મનસ્વી રીતે કોલેજોનું એફિલિયેશન રદ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી પાસે જોડાણ રદ કરવાની સત્તા અંગે કોર્ટની મહત્વપૂર્ણ નોંધ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે યુનિવર્સિટી દ્વારા એફિલિયેશન રદ કરવાના નિર્ણય પર સ્ટે આપ્યો હતો. કોર્ટે મહત્વપૂર્ણ નોંધ કરી કે કોલેજોનું જોડાણ રદ કરવાની સત્તા યુનિવર્સિટી પાસે નથી. તેમજ જ્યાં સંબંધિત કાઉન્સિલની જોગવાઈઓ લાગુ પડતી હોય ત્યાં યુનિવર્સિટીની ભૂમિકા મર્યાદિત રહે છે. 440 બેઠકો પર પ્રવેશનો માર્ગ ખુલ્યો હાઇકોર્ટના આ નિર્ણય બાદ વાલમ, મીઠા ધરવા, વિરસોડા અને કડી કલ્યાણપુરાની ચાર B.Ed. કોલેજોમાં કુલ 440 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો માર્ગ ખુલ્યો છે. જેના કારણે પ્રવેશની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળી છે. વાલમ B.Ed. કોલેજ સંચાલક નો યુનિવર્સિટી સામે આક્ષેપ વાલમ B.Ed. કોલેજના સંચાલક હિરેનભાઈ પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા ચારેય B.Ed. કોલેજોનું જોડાણ ખોટી રીતે રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય સામે કોલેજ સંચાલકોએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને કોર્ટમાં ચારેય કોલેજોની તરફેણમાં નિર્ણય આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટી દ્વારા મનસ્વી નિર્ણયો લઈને કોલેજોને હેરાન કરવામાં આવી રહી હતી.
Read full article on Divya Bhaskar