politics
ગુજરાતમાં અહીં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહ મંદિર, જાણો શું છે મંદિરનો ઇતિહાસ
આ આરતી કોઈ દેવી દેવતાની નથી ઉતારાઈ રહી. પરંતુ મૃતક સિંહોની યાદમાં તૈયાર કરાયેલ મંદિરમાં આરતી ઉતારવામાં આવી રહી છે. જાણીને નવાઈ લાગીને ? પરંતુ આ હકીકત છે. આજે જ્યારે વિશ્વભરમાં સિંહ દિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા સિંહના અનોખા મંદિર ખાતે આજે સિંહ દિવસની વિશેષ ઉજવણી કરાઈ. રાજુલાના ભેરાઈ ગામે ભૂતકાળમાં રેલ્વે ટ્રેકની અડફેટે બે અબોલ સિંહોએ જીવ ગુમાવ્યો હતો. આ દુઃખદ ઘટનાથી વ્યથિત થયેલા સ્થાનિક સિંહપ્રેમીઓએ વનરાજના સ્મરણને અમર બનાવવા અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે જમીન દાનમાં મેળવીને વિશ્વનું અનોખું ‘સિંહ મંદિર’ બનાવી દીધું.
Read full article on News18 Gujarati