Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Gujarat News Today Live: સરકારી કોલેજોમાં 'ઉચ્ચ શિક્ષણ નિરીક્ષક'ની પોસ્ટ રદ કરવા અધ્યાપકોની માંગ અને આંદોલનની ચીમકી

📰 Gujarati Jagran 🕐 1 min read 📅 August 10, 2026 👁 11 views
Gujarat News Today Live: સરકારી કોલેજોમાં 'ઉચ્ચ શિક્ષણ નિરીક્ષક'ની પોસ્ટ રદ કરવા અધ્યાપકોની માંગ અને આંદોલનની ચીમકી
Gujarat News Today Live 10 August, 2026 : ગુજરાત રાજ્ય સરકારી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવીને સરકારી કોલેજો માટે ઊભી કરાયેલી ઉચ્ચ શિક્ષણ નિરીક્ષક વર્ગ-2 ની વિવાદાસ્પદ પોસ્ટને મૂળ અસરથી રદ કરવા માંગ કરવામાં આવી છે. મંડળનો મુખ્ય આક્ષેપ છે કે UGC ના નિયમો કે ઉચ્ચ શિક્ષણનો કોઈ અનુભવ ન ધરાવતા શાળા કક્ષાના શિક્ષકોને આ પદ પર મૂકીને વર્ગ-1 અને વર્ગ-2ના રાજ્યપત્રિત અધિકારીઓનું અધ્યાપકોનું મૂલ્યાંકન સોંપવું એ પ્રોટોકોલ અને સરકારી પગારધોરણનો સીધો ભંગ છે. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ 10 નવી નોડલ કચેરીઓ શરૂ કરી ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકની આ જગ્યાઓ ઊભી કરાઈ હતી, જેનો અગાઉ વિરોધ થતાં નિર્ણય સ્થગિત કરાયો હતો, પરંતુ તાજેતરના પરિપત્રથી પુનઃ આ પદ માટે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ નક્કી કરાતાં વિવાદ ફરી વકર્યો છે. અધ્યાપકોનું માનવું છે કે મોટાભાગની સરકારી કોલેજો પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ NAAC માં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે, તેથી આ નવી કચેરી કે નિરીક્ષકની કોઈ જ વહીવટી જરૂરિયાત રહેતી નથી; અને જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
Read full article on Gujarati Jagran

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan