top
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સોમવારે સાંજે 5 વાગ્યે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં કામકાજ સલાહકાર સમિતિની મહત્વની બેઠક મળશે. બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી અને ઉપનેતા શૈલેષ પરમાર પણ બેઠકમાં હાજર રહેશે. ચોમાસું સત્ર દરમિયાન અંદાજે 9 વિધેયક રજૂ થવાની શક્યતા છે. સલાહકાર સમિતિની બેઠકમાં મંજૂર થનારા વિધેયકોને સત્ર દરમિયાન ચર્ચા માટે લેવામાં આવશે. સત્રના પ્રથમ દિવસે ધારાસભ્યો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાશે. આ બેઠકમાં સત્રના કામકાજ અને મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા થશે. ચોમાસું સત્રમાં કયા વિધેયકો રજૂ થશે અને કયા મુદ્દાઓ ચર્ચામાં આવશે, જાણો આ અહેવાલમાં.