Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

વેરાવળમાં GST રિટર્ન ફાઇલિંગ માટે માર્ગદર્શન બેઠક યોજાઈ:ટેક્સ પ્રેક્ટિશનર્સને સમયસર રિટર્ન ભરવા અને કરચુકવણી કરવા સૂચના, વિલંબ પર 18% વ્યાજ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 1 views
વેરાવળમાં GST રિટર્ન ફાઇલિંગ માટે માર્ગદર્શન બેઠક યોજાઈ:ટેક્સ પ્રેક્ટિશનર્સને સમયસર રિટર્ન ભરવા અને કરચુકવણી કરવા સૂચના, વિલંબ પર 18% વ્યાજ
વેરાવળમાં સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-87 દ્વારા GST રિટર્ન સમયસર ફાઇલ કરવા અને કરચુકવણી અંગે માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં GST કાયદાની વિવિધ જોગવાઈઓનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સહાયક રાજ્યવેરા કમિશનર કે. જે. ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લાના ટેક્સ પ્રેક્ટિશનર્સ, એકાઉન્ટન્ટ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હાજર રહ્યા હતા. બેઠકમાં GST કાયદાની અલગ-અલગ જોગવાઈઓ વિશે વિગતવાર સમજણ આપવામાં આવી. ખાસ કરીને, GST રિટર્ન ભરવાની પ્રક્રિયા, તેની સમયમર્યાદા, કરચુકવણી અને સમયસર રિટર્ન ફાઇલ ન કરવા પર થતી કાર્યવાહી વિશે હાજર લોકોને માહિતી અપાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે માસિક કરગાળાના અંત પછીના મહિનાની 11મી તારીખ સુધીમાં GSTR-1 રિટર્ન ભરવું પડે છે. જ્યારે 20મી તારીખ સુધીમાં GSTR-3B રિટર્ન અને જરૂર પડ્યે 25મી તારીખ સુધીમાં GST PMT-06 ચલણ ભરવાનું હોય છે. કરદાતાઓને સમયસર રિટર્ન ફાઇલ કરવા અને કર ભરવા વિનંતી કરવામાં આવી હતી. રિટર્ન ફાઇલ કરવામાં કે કર ભરવામાં મોડું થાય તો GST કાયદા મુજબ દંડ થઈ શકે છે. બેઠકમાં એ પણ જણાવાયું કે મોડી કરચુકવણી પર વાર્ષિક 18 ટકાના દરે વ્યાજ વસૂલવાની જોગવાઈ છે. બેઠક દરમિયાન ટેક્સ પ્રેક્ટિશનર્સ, એકાઉન્ટન્ટ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે GST કાયદા અને રિટર્ન ફાઇલિંગ સંબંધિત ઘણા પ્રશ્નો અને રજૂઆતો કરી હતી. અધિકારીઓએ તેમના પ્રશ્નોના ઉકેલ માટે જરૂરી માર્ગદર્શન અને સ્પષ્ટતા આપી. અંતે, GST પ્રેક્ટિશનર્સ, CA અને એકાઉન્ટન્ટ્સને GST કાયદાની તમામ જોગવાઈઓનું સમયસર પાલન કરવા વિનંતી કરાઈ. તેમને કરદાતાઓને સમયસર રિટર્ન ભરવા અને કરચુકવણી કરવા પ્રોત્સાહિત કરવા પણ કહેવામાં આવ્યું. સાથે જ, કરદાતાઓમાં GST પાલન અંગે વધુ જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan