business
ગરીબોના અનાજનો બારોબાર વહીવટ?
તારાપુર તાલુકાના ફતેપુરામાંથી સરકારી અનાજની હેરાફેરીના આક્ષેપો થયાં. સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે સરકારી અનાજની ગેરરીતિથી હેરાફેરી કરાતી હોવાના ગંભીર આક્ષેપ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી. મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં બગોદરા-તારાપુર હાઇવે પર આવેલી એક હોટલમાં સરકારી અનાજ ઠાલવવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ફતેપુરાની સસ્તા અનાજની દુકાન સાથે જોડાયેલો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં અશ્વિન રાઠોડ સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા આક્ષેપોની News18 ગુજરાતી સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી. જો કે સમગ્ર મામલે સત્ય સામે આવે તેવી લોકમાગ ઉઠવા પામી છે.
Read full article on News18 Gujarati