top
ગોધરામાં ગણેશોત્સવને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ:પંચમહાલ SP ડૉ. હરેશ દુધાતની અધ્યક્ષતામાં, વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા
ગોધરાના પોલીસ હેડક્વાર્ટર ખાતે આગામી ગણેશોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં ગણેશોત્સવ દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે વિશે ચર્ચા થઈ હતી. બેઠકમાં DYSP બ્રિન્દા જાડેજા, ગોધરા એ ડિવિઝન PI, બી ડિવિઝન PI, તાલુકા PI સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગોધરાના વિવિધ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક ભાવનાઓનું સન્માન જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આખો ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં પૂરો થાય તે માટે પોલીસ વિભાગ અને સમાજના આગેવાનો વચ્ચે જરૂરી ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સૌએ સાથે મળીને શાંતિ, સદભાવ અને ભાઈચારાના માહોલમાં ગણેશોત્સવની ઉજવણી કરવાનો નિર્ધાર કર્યો હતો.
Read full article on Divya Bhaskar