Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ગોધરા નગરપાલિકાએ મુખ્ય માર્ગોના ખાડા પૂરવાનું શરૂ કર્યું:સામાજિક કાર્યકરની રજૂઆત બાદ વાહનચાલકોને રાહત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 11, 2026 👁 7 views
ગોધરા નગરપાલિકાએ મુખ્ય માર્ગોના ખાડા પૂરવાનું શરૂ કર્યું:સામાજિક કાર્યકરની રજૂઆત બાદ વાહનચાલકોને રાહત
ગોધરા નગરપાલિકાએ શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી છે. લાંબા સમયથી ખરાબ રસ્તાઓને કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. થોડા સમય અગાઉ ગોધરાના સામાજિક કાર્યકર કૈલાસ કારિયાએ નગરપાલિકા સમક્ષ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા પૂરવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને નગરપાલિકાએ કામગીરી હાથ ધરી છે. પ્રથમ તબક્કામાં, ડૉ. ગીદવાણી રોડ પર શહેરા ભાગોળથી જૂની નિલમ લોજ સુધીના મુખ્ય માર્ગ પરના ખાડા પૂરવામાં આવ્યા છે. આ ઉપરાંત, લાલબાગ ટેકરી વિસ્તારમાં હેપ્પી હોમ દુકાનથી વિષ્ણુ સાયકલ સુધી, તેમજ શ્રીનાથ હોટલથી બગીચા રોડ અને બાવાની મઢી સુધીના માર્ગ પર પણ ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે. સામાજિક કાર્યકર કૈલાસ કારિયાએ લાલબાગ ટેકરીથી બગીચા રોડ બાવાની મઢી સુધીના માર્ગ પર ચાલી રહેલી કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું, જેથી ખાડાઓનું યોગ્ય અને ટકાઉ માટી પૂરાણ થાય. નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી આ કામગીરીથી વાહનચાલકોને રાહત મળશે તેવી અપેક્ષા છે, પરંતુ કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે તે પણ એટલું જ મહત્વનું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan