Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ગોધરા-દાહોદ હાઈવે પર પીપલોદ નજીક અકસ્માત:કારમાં સવાર 27 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત, બે યુવાનો ઈજાગ્રસ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 8 views
ગોધરા-દાહોદ હાઈવે પર પીપલોદ નજીક અકસ્માત:કારમાં સવાર 27 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત, બે યુવાનો ઈજાગ્રસ્ત
પંચમહાલના ગોધરા-દાહોદ હાઈવે પર પીપલોદ નજીક ઘનશ્યામ હોટલ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 27 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. એકનું મોત, બે યુવાનો ઈજાગ્રસ્ત મળતી માહિતી મુજબ, કાર વડોદરાથી દાહોદ તરફ જઈ રહી હતી. દરમિયાન પીપલોદ નજીક ઘનશ્યામ હોટલ પાસે પહોંચતા અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 27 વર્ષીય મોહમ્મદ સોહેલ કુરેશીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્મતમાં કારમાં સવાર અન્ય બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરી હતી. બંને ઈજાગ્રસ્ત યુવાનોને 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતે મોતનો ગુનો નોંધ પોલીસે તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક મોહમ્મદ સોહેલ કુરેશીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં અને કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan