Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Global South ભાગીદારને ભારતની મદદ, બોલિવિયા માટે જરૂરી અને જીવનરક્ષક દવાઓની મોટી ખેપ રવાના

📰 Sandesh 🕐 1 min read 📅 August 9, 2026 👁 9 views
Global South ભાગીદારને ભારતની મદદ, બોલિવિયા માટે જરૂરી અને જીવનરક્ષક દવાઓની મોટી ખેપ રવાના
ભારતે ગ્લોબલ સાઉથના ભાગીદાર દેશ બોલિવિયાની જાહેર આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે 8 મેટ્રિક ટન (MT) જીવનરક્ષક અને આવશ્યક દવાઓની ખેપ મોકલી છે. આ સહાય ભારત અને બોલિવિયા વચ્ચેના સહકાર તથા પરસ્પર એકતાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. કોરોના મહામારીમાં પણ ભારતે મદદ પૂરી પાડી હતી ભારત તરફથી મોકલવામાં આવેલી આ દવાઓનો ઉપયોગ બોલિવિયાની જાહેર આરોગ્ય વ્યવસ્થામાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરવામાં આવશે. આ સહાયનો મુખ્ય ઉદ્દેશ દેશની હેલ્થકેર ક્ષમતાને મજબૂત બનાવવાનો અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરવાનો છે. ભારત લાંબા સમયથી ગ્લોબલ સાઉથના દેશો સાથે આરોગ્ય, વિકાસ, ટેક્નોલોજી અને માનવતાવાદી સહાય સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂકી રહ્યું છે. કોવિડ-19 મહામારી દરમિયાન પણ ભારતે અનેક દેશોને દવાઓ અને અન્ય જરૂરી તબીબી સામગ્રી પૂરી પાડી હતી. ભારત સહકાર અને સંયુક્ત પ્રગતિ માટે હંમેશા તૈયાર બોલિવિયા માટે મોકલવામાં આવેલી 8 MT દવાઓની આ ખેપ પણ ભારતની ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ભારતનું માનવું છે કે વિકાસ અને પ્રગતિનો લાભ માત્ર એક દેશ પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ સહકાર અને એકતાના માધ્યમથી અન્ય દેશો સુધી પણ પહોંચે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ગ્લોબલ સાઉથના ભાગીદાર દેશો સાથે સહકાર અને સંયુક્ત પ્રગતિ માટે હંમેશા તૈયાર છે. દવાઓની આ સહાયથી બોલિવિયાની જાહેર આરોગ્ય સેવાઓને જરૂરી સપોર્ટ મળવાની સાથે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પણ વધુ મજબૂતી આવવાની અપેક્ષા છે. આ પહેલ ભારતની માનવતાવાદી સહાય અને વૈશ્વિક સ્તરે જવાબદાર ભાગીદાર તરીકેની ભૂમિકાને વધુ ઉજાગર કરે છે. આવનારા સમયમાં પણ ભારત અને બોલિવિયા વચ્ચે આરોગ્ય તથા અન્ય વિકાસલક્ષી ક્ષેત્રોમાં સહકાર વધવાની શક્યતા છે. આ પણ વાંચો : IAFની તાકાતમાં થશે વધારો, 60 આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર ચાલી રહ્યું છે કામ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan