Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

Global Fintech Fest 2026: વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની GDP 7.8%, PM મોદીએ કહ્યું, ‘વિકસિત ભારત’ પર વિશ્વાસ વધ્યો

📰 Sandesh 🕐 1 min read 📅 September 8, 2026 👁 1 views
Global Fintech Fest 2026: વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની GDP 7.8%, PM મોદીએ કહ્યું, ‘વિકસિત ભારત’ પર વિશ્વાસ વધ્યો
PM નરેન્દ્ર મોદી મંગળવારે મુંબઈમાં યોજાયેલા Global Fintech Fest 2026માં પહોંચ્યા હતા. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિ વૈશ્વિક સ્થિતિથી વાકેફ છે. દુનિયા હાલમાં અનેક પડકારો અને અનિશ્ચિતતાઓનો સામનો કરી રહી છે. તેલને લઈને પણ સ્થિતિ પડકારજનક છે. એપ્રિલથી જૂનનો સમયગાળો ખાસ મુશ્કેલ રહ્યો હતો. આવી સ્થિતિમાં પણ ભારતની GDP 7.8%ના દરે વધી છે, જે વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત સ્થિતિ દર્શાવે છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત પર વિશ્વાસ વધ્યો PM મોદીએ કહ્યું કે આ પડકારજનક સમય વચ્ચે દેશની આંતરરાષ્ટ્રીય વિશ્વાસ પણ વધ્યો છે. ‘વિકસિત ભારત’નું વિઝન વધુ મજબૂત બની રહ્યું છે. વડાપ્રધાને કહ્યું, “મને ખુશી છે કે આજે અહીં બીજી એક ‘હેટ્રિક’ બની છે. એક હેટ્રિક તો 2024માં ત્રીજી વખત સરકાર બનવાથી બની હતી અને આ હેટ્રિક અહીં આપ સૌની વચ્ચે હાજર રહેવા સાથે જોડાયેલી છે. Global Fintech Festમાં આ મારું સતત ત્રીજું વર્ષ છે. આ હેટ્રિક દર્શાવે છે કે ‘વિકસિત ભારત’ માટે તમે કેટલા મહત્વપૂર્ણ છો અને તમારું કામ કેટલું જરૂરી છે.” ‘વિકસિત ભારત’ને લઈને વિશ્વાસ વધુ મજબૂત PM મોદીએ કહ્યું કે જ્યારે પણ તેઓ અહીં આવે છે, ત્યારે પહેલા કરતાં વધુ યુવાનો જોવા મળે છે. તેમને વધુ ઊર્જા અનુભવાય છે. તેમને સંભાવનાઓનો વિસ્તાર વધતો જોવા મળે છે. આ સ્પષ્ટ છે કે જોખમ લેવાની ઈચ્છા વધી રહી છે. સપનાં પણ મોટા થઈ રહ્યા છે અને આ જ કારણથી ‘વિકસિત ભારત’ના ભવિષ્યને લઈને તેમનો વિશ્વાસ વધુ મજબૂત થઈ રહ્યો છે. UPI ફિનટેક ક્ષેત્રનું મોટું ઉદાહરણ PM મોદીએ કહ્યું કે UPI ભારતના ફિનટેક ક્ષેત્રનું સૌથી મોટું ઉદાહરણ છે. આ એવી સિદ્ધિ છે, જેની પ્રશંસા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંએ પણ કરી છે અને UPIએ લાખો લોકોને સફળતાપૂર્વક બેન્કિંગ સિસ્ટમ સાથે જોડ્યા છે. PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારત હવે પોતાના નિયમો અને ધોરણો પોતે નક્કી કરી રહ્યું છે. ફિનટેકે ભારતીય નાણાકીય વ્યવસ્થા બદલી આ પહેલાં Global Fintech Fest 2026માં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં ફિનટેકે ભારતીય નાણાકીય વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી નાખી છે. તેણે બેન્કિંગને ફિઝિકલ બ્રાન્ચની મર્યાદામાંથી બહાર કાઢીને સીધું દરેક નાગરિકના હાથ સુધી પહોંચાડ્યું છે. આજે નાના શહેરનો કોઈ દુકાનદાર હોય, દૂરના ગામનો ખેડૂત હોય કે મેટ્રો શહેરનો યુવા પ્રોફેશનલ હોય, બધા UPI, આધાર-એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ અને જનધન ઈકોસિસ્ટમ જેવી સરળ ડિજિટલ સિસ્ટમ દ્વારા લેવડદેવડ કરે છે, બચત કરે છે અને લોન લે છે. લાખો ભારતીયો માટે ફિનટેક રોજિંદા જીવનનો ભાગ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે આ નાણાકીય સમાવેશને દર્શાવે છે. આ માત્ર કોઈ નીતિનો હેતુ નથી, પરંતુ લાખો ભારતીયો માટે રોજિંદા જીવનની વાસ્તવિકતા બની ગઈ છે. ફિનટેકના કારણે આ શક્ય બન્યું છે, જે ભારતની વિશાળ અને વિવિધ વસ્તીને ઝડપથી અને ઓછા ખર્ચે ઔપચારિક નાણાકીય વ્યવસ્થા સાથે જોડે છે. આ પણ વાંચો: વડાપ્રધાન મોદી GenZ અને બુદ્ધિજીવીઓને સંબોધશે, હેડસેટ લગાવી રેમ્પ પર ચાલીને સંવાદ કરશે
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan