Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

ગીર સોમનાથમાં ‘સેવાસેતુ 2.1’નો બીજો તબક્કો શરૂ થશે:21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી 8-10 ગામોના ક્લસ્ટરમાં 12થી વધુ સરકારી સેવાઓ મળશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 1 views
ગીર સોમનાથમાં ‘સેવાસેતુ 2.1’નો બીજો તબક્કો શરૂ થશે:21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી 8-10 ગામોના ક્લસ્ટરમાં 12થી વધુ સરકારી સેવાઓ મળશે
ગીર સોમનાથ જિલ્લામાં ‘સેવાસેતુ 2.1 (ગ્રામ્ય)’ના બીજા તબક્કાના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના વી.સી. હોલ ખાતે થઈ હતી. તેનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી સેવાઓ ઘરઆંગણે જ આપવાનો છે. બેઠકમાં પ્રથમ તબક્કાની કામગીરીની તપાસ કરાઈ અને બીજા તબક્કા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ. સેવાસેતુનો બીજો તબક્કો ગીર સોમનાથ જિલ્લામાં 21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર, 2026 સુધી ચાલશે. આ તબક્કામાં તાલુકા પ્રમાણે 8થી 10 ગામોના ક્લસ્ટર બનાવાશે. તેનો હેતુ લાભાર્થીઓને વિવિધ સરકારી સેવાઓનો સ્થળ પર જ લાભ આપવાનો છે. કલેક્ટર વાઘેલાએ પ્રથમ તબક્કાની કામગીરીની તપાસ કરી. તેમણે અધિકારીઓને સૂચના આપી કે સેવાસેતુનો લાભ છેવાડાના દરેક વ્યક્તિ સુધી 100 ટકા પહોંચે તે પાકું કરાય. તેમણે બાકી રહેલા લાભાર્થીઓને ઓળખીને બીજા તબક્કામાં સામેલ કરવા કહ્યું. યોજનાઓનો પૂરો લાભ આપવા માટે જરૂરી દસ્તાવેજો અને તૈયારીઓ સમયસર પૂરી કરવા પણ જણાવ્યું. સેવાસેતુ દરમિયાન ઘણી સેવાઓ મળશે. તેમાં રાશનકાર્ડમાં નામ ઉમેરવા-કાઢવા અને સુધારા, જન્મ-મરણના પ્રમાણપત્ર, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જાતિ પ્રમાણપત્ર, આવકના દાખલા, રાષ્ટ્રીય કુટુંબ સહાય, નમોશ્રી યોજના, આધારકાર્ડ નોંધણી અને સુધારા પણ ઉપલબ્ધ રહેશે. દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ અને કુંવરબાઈનું મામેરું જેવી સેવાઓ પણ આપવામાં આવશે. PM કિસાન, ગંગા સ્વરૂપા વિધવા સહાય, જનધન યોજના, સ્વામિત્વ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓનો લાભ પણ અપાશે. વિભાગોને આ યોજનાઓનો વધુમાં વધુ નાગરિકોને લાભ આપવાના લક્ષ્ય સાથે કામ કરવા જણાવાયું હતું. બેઠકમાં સેવાસેતુના સ્થળો, તારીખો અને ગામોની વિગતો પર ચર્ચા થઈ. ક્લસ્ટર પ્રમાણે લાભાર્થીઓની યાદી, બાકી કામગીરી અને સ્થળ પર આપવાની વિભાગવાર સેવાઓ અંગે પણ વાત થઈ. જરૂરી કર્મચારીઓ અને સાધન-સામગ્રી વિશે પણ વિસ્તૃત ચર્ચા કરાઈ. આ બેઠકમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ અને વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ નાથીબેન વાજા હાજર રહ્યા. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ પણ ઉપસ્થિત હતા. નગરપાલિકા-તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, સેવાસેતુના નોડલ અધિકારીઓ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આરોગ્ય અને ખેતીવાડી સહિતના વિભાગોના અધિકારીઓ પણ બેઠકમાં સામેલ હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan