crime
ઘરની ચાર દીવાલોમાં જામી જુગારની મહેફિલ!
અમદાવાદમાં ઘરની ચાર દીવાલો વચ્ચે ધમધમતા જુગારધામનો PCBએ પર્દાફાશ કર્યો છે. ખોડિયાર નગરમાં વિક્રમસિંહ ઉર્ફે વિપુલ ઝાલાના મકાનમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતાં PCBની ટીમે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન PCBના દરોડા પડતાં જ જુગાર રમતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે સ્થળ પરથી કુલ 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત, દરોડા દરમિયાન પોલીસને 2 લાખ 67 હજાર રૂપિયાની રોકડ મળી આવી હતી. રોકડ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 5 લાખ 64 હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
Read full article on News18 Gujarati