Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગેરકાયદેસર યુરિયા ખાતરના કૌભાંડ મામલે અંતે પોલીસે ફરિયાદ નોંધી:34.42 લાખનું 76,500 કિગ્રા નીમ કોટેડ યુરિયા ઝડપાયું હતું, પોલીસે બેની અટકાયત કરી હતી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 12, 2026 👁 2 views
ગેરકાયદેસર યુરિયા ખાતરના કૌભાંડ મામલે અંતે પોલીસે ફરિયાદ નોંધી:34.42 લાખનું 76,500 કિગ્રા નીમ કોટેડ યુરિયા ઝડપાયું હતું, પોલીસે બેની અટકાયત કરી હતી
મહેસાણા જિલ્લાના મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રણેલા-જેતપુર રોડ પર 'જય ગણેશ એન્ટરપ્રાઇઝ' નામની ફેક્ટરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગર દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ખેતી વિષયક સબસિડીવાળા યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ માટે થતો ગેરકાયદેસર ઉપયોગ ઝડપાયો છે. ગાંધીનગર ખાતર ચકાસણી લેબોરેટરીના રિપોર્ટમાં આ જથ્થો સબસિડીવાળું 'નીમ કોટેડ યુરિયા' હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે ગુનો નોંધી વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. 34.42 લાખનું 76,500 કિગ્રા નીમ કોટેડ યુરિયા ઝડપાયું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ખેતીનું સબસિડીવાળું યુરિયા મેળવી તેનો ગેરકાયદેસર રીતે રેઝીન બનાવવામાં ઔદ્યોગિક ઉપયોગ કરાતો હતો. ઘટનાસ્થળેથી ટ્રક (નં. GJ-02-Z-7749)માંથી જથ્થો ખાલી કરાઈ રહ્યો હતો, જેમાં ઔદ્યોગિક કેલ્શિયમ નાઇટ્રેટનું છાપકામ ધરાવતી 1700 સફેદ થેલીઓમાંથી 76,500 કિગ્રા કિંમત ₹34,42,500 નું નીમ કોટેડ યુરિયા ઝડપાયું હતું. આરોપીઓની અટકાયત મુખ્ય આરોપીઓ કાયદાકીય કાર્યવાહી મોઢેરા પોલીસ સ્ટેશનના PSI એન.એસ. શિંદેની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ BNS 2023ની કલમ 316(2), 54, રાસાયણિક ખાતર નિયંત્રણ ઓર્ડર 1985 ની કલમ 25(1) તથા આવશ્યક ચીજવસ્તુ ધારા (ECA) ની કલમ 7 હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan