politics
ગઢડા જમીન વિકાસ બેંક ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ:6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસ પ્રેરિત 4 બિનહરીફ જાહેર
ગઢડા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે 6 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા કુલ ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. બિનહરીફ થયેલા ઉમેદવારોમાં કોંગ્રેસ પ્રેરિત વિરલસિંહ કટારીયા અને સુખદેવસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં બલવીરભાઈ ચાવડા અને ઘનશ્યામભાઈ ગાબાણી પણ બિનહરીફ થયા છે. ફોર્મ પરત ખેંચનારા ઉમેદવારોમાં કોંગ્રેસ પ્રેરિત રમેશભાઈ ભીગરાડીયા અને મહિપાલસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. ભાજપ પ્રેરિત પ્રભાતભાઈ બરાળીયા, બાબાભાઈ વિરાણી, જસકુભાઈ બાખલકિયા અને ભોળાભાઈ ધલવાણીયાએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. આ ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં આ બેઠકો પર ચૂંટણી યોજાશે નહીં. તેમના સમર્થકો અને કાર્યકરો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar