business
Gandhinagar News : TiE ટોરેન્ટોના ઉદ્યોગ સાહસિકો અને કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ સાથે મુખ્યમંત્રીની બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027 સંદર્ભે યુ.એસ. કેનેડાના પ્રવાસે ગયેલા ગુજરાત ડેલિગેશનની ટોરેન્ટો મૂલાકાતના બીજા દિવસે બે રાઉન્ડ ટેબલ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાઉન્ડ ટેબલ બેઠકોની સિરીઝમાં TiE ધ ઈન્ડીસ એન્ટરપ્રેન્યોર્સના 30 જેટલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.તેમણે સ્ટાર્ટાપ્સ ફાઉન્ડર્સ, ઉદ્યોગ સાહસિકો અને TiEના સભ્યો સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં ગ્લોબલી કોમ્પીટીટીવ ઈનોવેશન, ઈકોનોમી બનાવવાના ભવિષ્યલક્ષી વિઝન અંગે ચર્ચા-વિમર્શ કર્યા હતા. ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું મુખ્યમંત્રીએ ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે તે સંદર્ભમાં ખાસ કરીને ટેક્નોલોજી, પબ્લીક પોલિસીઝ, ફાયનાન્શ્યલ સર્વિસીસ અને ફિનટેકના ક્ષેત્રોમાં કેનેડિયન સાહસો અને ગુજરાતના આ ક્ષેત્રના સાહસો વચ્ચે સહયોગ અને ભાગીદારી વધુ સંગીન કરવા અંગેની ચર્ચાઓ હાથ ધરી હતી. એટલું જ નહિ, રાજ્યની મજબૂત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ, ઈન્વેસટર્સ ફ્રેન્ડલી પોલિસીઝ અને વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓની પણ માહિતી TiE મેમ્બર્સને આપી હતી. TiE ટોરોન્ટોની સ્થાપના વર્ષ 2000માં થઈ છે અને કેનેડા સરકાર તથા ઉદ્યોગ જગતને વિશ્વભરના સફળ કેનેડિયન ઉદ્યોગ સાહસિકો સાથે જોડવાની સેતુરૂપ કામગીરી કરવાનો ઉદેશ્ય TiE ધરાવે છે. બહુવિધ ક્ષેત્રોના લોકો TiEના મેમ્બર્સ છે સોફ્ટવેર, હાર્ડવેર, હેલ્થકેર, બાયોટેક, મીડિયા, ટેલિફોમ, IT સર્વિસીસ અને ફાયનાન્શ્યલ ઈન્સ્ટીટ્યુટ્સ જેવા બહુવિધ ક્ષેત્રોના લોકો TiEના મેમ્બર્સ છે. ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, નિષ્ણાંતો અને ઉદ્યોગ અગ્રણીઓ પરસ્પર જોડાઈને નોલેજ એન્ડ એક્સપીરીયન્સ શેરિંગ સાથે કોન્ટેક્ટ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ માટે TiE મારફતે કાર્યરત રહે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સભ્યો સાથેની ચર્ચા-પરામર્શ દરમિયાન આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2027 પહેલાં ગુજરાતમાં રોકાણ, ઈનોવેશન અને સ્કેલિંગ માટેની તકો તરાશવા આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ આ ઉપરાંત અન્ય એક રાઉન્ડ ટેબલ અંતર્ગત કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ સાથે યોજેલી બેઠકમાં CHCCએ વાયબ્રન્ટ સમિટ-2027માં સહભાગીતા માટે દર્શાવેલી ઉત્સુક્તાની પ્રસંશા કરી હતી. આ પણ વાંચોઃ Junagadh News: બજેટ નામંજૂર થતાં વિકાસ કમિશનરે ઈટાળી પંચાયત બરખાસ્ત કરી, હવે વહીવટદાર મુકાશે
Read full article on Sandesh