Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Gandhinagar: મહેસાણાથી પરત ફરતા CM ભુપેન્દ્ર પટેલ અચાનક મેવડ ગામે રોકાયા, ખાટલા પર બેસી ગ્રામીણ યુવાનો સાથે કરી ચર્ચા

📰 Sandesh 🕐 1 min read 📅 August 29, 2026 👁 4 views
Gandhinagar: મહેસાણાથી પરત ફરતા CM ભુપેન્દ્ર પટેલ અચાનક મેવડ ગામે રોકાયા, ખાટલા પર બેસી ગ્રામીણ યુવાનો સાથે કરી ચર્ચા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાની સાહજિકતા, સરળ સ્વભાવ અને સામાન્ય માનવી સાથે સીધા સંવાદ માટે જાણીતા છે. મહેસાણા ખાતેના એક સત્તાવાર અને જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને રાજ્યના પાટનગર ગાંધીનગર પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની આ મૃદુ શૈલીનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું હતું. CM ભુપેન્દ્ર પટેલ અચાનક મેવડ ગામે રોકાયા માર્ગમાં આવતા મહેસાણા નજીકના મેવડ ગામે તેમણે અચાનક જ પોતાનો કન્વોય (ગાડીઓનો કાફલો) રોકવા અધીકારીઓને સૂચના આપી હતી. વીઆઈપી સિક્યોરિટી અને પ્રોટોકોલને બાજુ પર મૂકીને મુખ્યમંત્રી સીધા જ ગામના ચોરે પહોંચી ગયા હતા. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે અચાનક આ રીતે જાતે આવી પહોંચેલા જોઈને મેવડ ગામના ગ્રામજનો અને યુવાનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભુપેન્દ્ર પટેલે અત્યંત સાહજિક રીતે ગામના ચોરે મુકેલા ખાટલા પર બેસીને સ્થાનિક યુવાનો અને વડીલો સાથે વાતચીત શરૂ કરી હતી. ખાટલા પર બેસી ગ્રામીણ યુવાનો સાથે કરી ચર્ચા મુખ્યમંત્રીએ ગ્રામીણ યુવાનો સાથે સંવાદ સાધીને ગામની સ્થિતિ અને વ્યવસ્થાઓ અંગે હળવી શૈલીમાં વાતચીત કરી હતી. આ સાથે જ તેમણે ગામના સ્થાનિકો સાથે ગરમાગરમ ચાનો આસ્વાદ પણ માણ્યો હતો.મુખ્યમંત્રીનો આ સાહજિક અભિગમ દર્શાવે છે કે તેઓ જમીની સ્તરના લોકો સાથે સતત જોડાયેલા રહેવા માંગે છે.અણધારી મુલાકાતથી મેવડ ગામના લોકોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પણ વાંચો: Mehsana: દેવગઢમાંથી ટ્રેક્ટર ચોરીને ભાગેલા તસ્કરો પાછળ પોલીસે વાહનો દોડાવ્યા, ગલીઓમાં પગપાળા દોડાવીને 2 ને દબોચ્યા
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan