business
Gandhinagar: ગૌણ સેવા મંડળે 76,710 ઉમેદવારોના ફોર્મ કર્યા રદ્દ, સપ્ટેમ્બરમાં યોજાશે CCE પ્રિલીમ્સ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. મંડળ દ્વારા સપ્ટેમ્બર 2026 માં આયોજિત થનારી CCE (કમ્બાઇન્ડ કમ્પિટીટીવ એક્ઝામ) પ્રિલિમિનરી પરીક્ષા માટે આવેલા તમામ ઉમેદવારોના અરજી પત્રોની કડક સ્ક્રુટિની (ચકાસણી) હાથ ધરવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના મોટા સમાચાર અરજીઓની આ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંડળ દ્વારા મોટી સંખ્યામાં ક્ષતિગ્રસ્ત અરજીઓને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચકાસણી બાદ બહાર આવેલા આંકડા અનુસાર કુલ 76,710 ઉમેદવારોની અરજીઓ રિજેક્ટ (રદ્દ) કરવામાં આવી છે. આ ફોર્મ રદ્દ થવા પાછળ મંડળે મુખ્ય 4 કારણો દર્શાવ્યા છે. CCE પ્રિલિમિનરી પરીક્ષા પહેલા મંડળનો મોટો નિર્ણય નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી ન ભરનારા ઉમેદવારોના ફોર્મ રદ્દ કરાયા છે. એક જ ઉમેદવાર દ્વારા એક કરતાં વધુ વાર ભરાયેલા (ડુપ્લિકેટ) ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. ફોર્મમાં જરૂરી લાયકાત કે વ્યક્તિગત વિગતો અધૂરી છોડી દીધી હોય તેવી અરજીઓ અમાન્ય ઠેરવાઈ છે.ચકાસણી દરમિયાન મંડળને અન્ય ક્ષતિઓ દેખાતાં અરજીઓ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પણ વાંચો: Gandhinagar: મહેસાણાથી પરત ફરતા CM ભુપેન્દ્ર પટેલ અચાનક મેવડ ગામે રોકાયા, ખાટલા પર બેસી ગ્રામીણ યુવાનો સાથે કરી ચર્ચા
Read full article on Sandesh