top
FSSAIના નવા નિયમો લાગુ, પાન મસાલાના પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધ
પાન મસાલા ખરીદનારા ગ્રાહકોને આગામી દિવસોમાં તેના પેકેટમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI)એ પાન મસાલાના પેકેજિંગને લઈને નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો 10 ઓગસ્ટ 2026થી અમલમાં આવ્યા છે. નવા નિયમો હેઠળ પાન મસાલાના પેકિંગમાં ચોક્કસ પ્રકારના પ્લાસ્ટિક અને સિન્થેટિક સામગ્રીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પેકેજિંગ વ્યવસ્થામાં મોટા ફેરફાર થશે નવા નિયમો મુજબ પાન મસાલાના પેકેજિંગમાં પોલિએથિલીન, પોલિપ્રોપિલીન, પોલિએસ્ટર, PVC સહિતના સિન્થેટિક પોલિમર અને કો-પોલિમરનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત લેમિનેટ, એલ્યુમિનિયમ ફોઈલ અને મેટલાઈઝ્ડ લેયર ધરાવતા પેકેજિંગ પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. પરિણામે પાન મસાલા બનાવતી કંપનીઓએ તેમની હાલની પેકેજિંગ વ્યવસ્થામાં મોટા ફેરફાર કરવા પડી શકે છે. હવે કઈ સામગ્રીમાં પેક થશે પાન મસાલા? નવા નિયમો હેઠળ પાન મસાલાના પેકેજિંગ માટે કાગળ, પેપર બોર્ડ, સેલ્યુલોઝ અને કુદરતી સ્ત્રોતોમાંથી મેળવેલી અન્ય સામગ્રીના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ટિન અથવા કાચના કન્ટેનરમાં પણ પાન મસાલાનું પેકિંગ કરી શકાશે. પેકેજિંગ બદલવાથી કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. નવા કાચા માલની વ્યવસ્થા ઉપરાંત પેકેજિંગ મશીનરી અને ઉત્પાદન પ્રક્રિયામાં પણ ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. કાગળ, ટિન અને કાચ જેવી વૈકલ્પિક સામગ્રી મોંઘી પડતી હોય તો તેનો થોડો બોજ ગ્રાહકો પર પણ પડી શકે છે. કેવા પડકારો ઊભા થઈ શકે? પ્લાસ્ટિક આધારિત પેકેજિંગની જગ્યાએ અન્ય સામગ્રીના ઉપયોગથી પાન મસાલાની શેલ્ફ લાઇફ, ભેજથી સુરક્ષા અને પરિવહન દરમિયાન ગુણવત્તા જાળવવા જેવા પડકારો ઊભા થઈ શકે છે. નવા પેકેટના સંગ્રહ અને વેચાણને લઈને જથ્થાબંધ વેપારીઓ તથા દુકાનદારોને પણ પોતાની વ્યવસ્થામાં ફેરફાર કરવો પડી શકે છે. આ પણ વાંચો : Nifty 50માંથી વિપ્રોની વિદાય, આ કંપનીની થશે એન્ટ્રી, ઈન્ડેક્સ ફેરફારથી કરોડો ડૉલરના રોકાણની શક્યતા
Read full article on Sandesh