Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

FPIs એ ભારતીય બજારમાંથી ફરી પૈસા કાઢ્યા:સપ્ટેમ્બરનાં પહેલાં અઠવાડિયામાં ₹7,443 કરોડના શેર વેચ્યા, કારણ- ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 6, 2026 👁 3 views
FPIs એ ભારતીય બજારમાંથી ફરી પૈસા કાઢ્યા:સપ્ટેમ્બરનાં પહેલાં અઠવાડિયામાં ₹7,443 કરોડના શેર વેચ્યા, કારણ- ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો
સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે FPIsએ ભારતીય શેરબજારમાં વેચવાલીનો માર્ગ અપનાવ્યો છે. વિદેશી રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન ભારતીય ઇક્વિટી બજારમાંથી ₹7,443 કરોડ પાછા ખેંચી લીધા છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજી, અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારો અને મજબૂત થતા ડોલરને કારણે વિદેશી રોકાણકારોની જોખમ લેવાની વૃત્તિ ઓછી થઈ છે. આ પહેલા સતત બે મહિના - જુલાઈમાં ₹20,200 કરોડ અને ઓગસ્ટમાં ₹29,600 કરોડ સુધી FPIsએ ભારતીય બજારોમાં ભારે ખરીદી કરી હતી. જુલાઈ અને ઓગસ્ટની ખરીદી પહેલા, માર્ચથી જૂન સુધી સતત ચાર મહિના સુધી વિદેશી રોકાણકારો નેટ સેલર રહ્યા હતા. 2026માં અત્યાર સુધી ₹2.32 લાખ કરોડનો ઉપાડ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે NSDLના ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં થયેલી આ તાજી વેચવાલી પછી વર્ષ 2026માં અત્યાર સુધી ભારતીય શેરોમાંથી FPIsનો કુલ ઉપાડ વધીને ₹2.32 લાખ કરોડ પર પહોંચી ગયો છે. આ આંકડો વર્ષ 2025માં થયેલા કુલ ₹1.66 લાખ કરોડના ઉપાડ કરતાં પણ ઘણો વધારે છે. વેચાણના મુખ્ય કારણો: ક્રૂડ ઓઇલ, યુએસ બોન્ડ અને મોંઘા વેલ્યુએશન NSDLના આંકડા મુજબ, વિદેશી રોકાણકારોએ 4 સપ્ટેમ્બર સુધીમાં ભારતીય શેરોમાંથી ₹7,443 કરોડ પાછા ખેંચ્યા છે. આ વેચાણ પાછળના મુખ્ય કારણોને નિષ્ણાતોએ આ રીતે સમજાવ્યા છે... IPOમાં વિદેશી મૂડીનો વિશ્વાસ અકબંધ સેકન્ડરી માર્કેટમાં વેચવાલી છતાં પ્રાઇમરી બજાર પ્રત્યે વિદેશી રોકાણકારોનો ઝોક મજબૂત છે. રાજકુમાર રાઠીએ જણાવ્યું કે સપ્ટેમ્બરની શરૂઆતમાં જોવા મળ્યું તેમ, આગામી IPOની પાઇપલાઇન વિદેશી મૂડી માટે એક મજબૂત સાધન બની રહેશે. જો કંપનીઓ તેમની પ્રાઇમરી ઓફરિંગ્સની કિંમતો આકર્ષક રાખશે, તો સેકન્ડરી માર્કેટમાં વેચવાલી હોવા છતાં પ્રાઇમરી માર્કેટમાં FPI ઇનફ્લો જળવાઈ રહેશે. ડેટ માર્કેટમાંથી પણ પૈસા ઉપાડ્યા વિદેશી રોકાણકારોએ ઇક્વિટીની સાથે-સાથે ડેટ એટલે કે બોન્ડ માર્કેટમાં પણ વેચવાલી કરી. FPIs એ ફુલી એક્સેસિબલ રૂટ (FAR) દ્વારા ₹377 કરોડ અને વોલન્ટરી રિટેન્શન રૂટ (VRR) દ્વારા ₹231 કરોડ ઉપાડ્યા. જોકે, તેમણે જનરલ રૂટ દ્વારા ₹217 કરોડનું રોકાણ કર્યું. આગળ કેવું રહેશે વલણ? જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારનું માનવું છે કે આવનારા સમયમાં ગ્લોબલ બોન્ડ યીલ્ડ્સ FPI ફ્લોની મુખ્ય દિશા નક્કી કરશે. શું હોય છે FPI, FAR અને VRR?
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan