Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

એસ.જી. હાઇવે પર હિટ એન્ડ રન:ગાંધીનગરના ખોરજ પાસે અજાણ્યા વાહનની અડફેટે રિક્ષાચાલકનું મોત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
એસ.જી. હાઇવે પર હિટ એન્ડ રન:ગાંધીનગરના ખોરજ પાસે અજાણ્યા વાહનની અડફેટે રિક્ષાચાલકનું મોત
ગાંધીનગરથી એસ.જી. હાઇવે તરફ ખોરજ બ્રિજ ચડતા આજે વહેલી સવારે રોડની બાજુમાં પોતાની રિક્ષા ઊભી રાખીને બહાર ઊભેલા રિક્ષાચાલકને કોઈ અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં માથાના તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 40 વર્ષથી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં રામાપીર ટેકરા પાસે આવેલ સેક્ટર-5માં રહેતા મૃતકના પુત્ર અપ્પુભાઈ કૈલાસભાઈ નટે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના 52 વર્ષીય પિતા કૈલાશભાઈ બાબુભાઈ નટ છેલ્લા 40 વર્ષથી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અજાણ્યા વાહને રિક્ષા ચાલકને જોરદાર ટક્કર મારી આજે રવિવારે સવારે આશરે સાડા છ વાગ્યાના અરસામાં અપ્પુભાઈને તેમના સગા રાજભાઈ નટનો ફોન કર્યો હતી કે કૈલાશભાઈ એસ.જી. હાઇવે પર ખોરજ બ્રિજ ચડતા પોતાની રિક્ષા રોડની સાઇડમાં ઊભી રાખીને બહાર ઊભા હતા, ત્યારે જ કોઈ અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી દીધી છે. કૈલાશભાઈ લોહી લુહાણ હાલતમાં રોડ પર મૃત પડ્યા હતા આ અકસ્માતની જાણ થતાં જ અપ્પુભાઈ તથા પરિવારજનો તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચીને જોતા કૈલાશભાઈ લોહી લુહાણ હાલતમાં રોડ પર મૃત પડ્યા હતા અને તેમની રિક્ષા રોડની ડાબી બાજુ પડેલી જોવા મળી હતી. બનાવની જાણ થતાં જ અડાલજ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અડાલજ ગામના સી.એચ.સી. સેન્ટર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.આ બનાવ અંગે અડાલજ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan