business
EPFOએ 800 કંપનીઓને આપી ચેતવણી, કહ્યું '31 ઓક્ટોબર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની આપી સલાહ'
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં આશરે 800 કંપનીઓની ઓળખ કરી છે, જ્યાં કામ કરતા કર્મચારીઓની PF હેઠળ હજુ સુધી રજિસ્ટ્રેશન કર્યું નથી. EPFOએ આ કંપનીઓને નોટિસ પાઠવીને કર્મચારીઓનું PF રજિસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી છે. સંગઠને કર્મચારીઓને કરી આ અપીલ EPFOના જણાવ્યા મુજબ, આ યાદીમાં રેસ્ટોરન્ટ, શ્રમ સપ્લાય એજન્સીઓ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ, ટ્રાન્સપોર્ટ કંપનીઓ સહિત અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. સંગઠને કર્મચારીઓને પણ પોતાના PF કવરેજ અને નોંધણીની સ્થિતિ તપાસવા અપીલ કરી છે. EPFOએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિર્ધારિત સમયમર્યાદામાં નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો સંબંધિત કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. સંગઠનનું કહેવું છે કે કર્મચારીઓને PF વ્યવસ્થામાં સામેલ કરવાની જવાબદારી મુખ્યત્વે નોકરીદાતાની છે. EPFO ચલાવી રહ્યું છે જાગૃતિ અભિયાન પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનરે જણાવ્યું કે EPFO કંપનીઓ અને કર્મચારીઓને PFના નિયમો તથા તેમના અધિકારો અંગે માહિતી આપવા માટે વિશેષ અભિયાન ચલાવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં કંપનીઓને નિયમોની જાણકારી આપી પાલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડેડલાઈન બાદ થશે તપાસ 31 ઓક્ટોબર બાદ EPFO દ્વારા ઓળખાયેલી કંપનીઓએ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવશે. જો કંપનીઓ દ્વારા PF નોંધણી પૂર્ણ નહીં કરવામાં આવે તો કાર્યવાહી શરૂ થઈ શકે છે. PF વ્યવસ્થા કર્મચારીઓને ભવિષ્યની નાણાકીય સુરક્ષા ઉપરાંત પેન્શન, વીમા અને અન્ય સામાજિક સુરક્ષા લાભ મેળવવામાં મદદ કરે છે. આ પણ વાંચો : Madhya Pradesh : જબલપુરને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની મોટી તૈયારી, સંરક્ષણ ક્ષેત્રના નવા પ્રોજેક્ટનો કરાયો શુભારંભ
Read full article on Sandesh