Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પરેડ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ:સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 30-31 ઓક્ટોબરે PM મોદીની હાજરીમાં ઉજવણી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 13, 2026 👁 1 views
એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પરેડ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ:સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 30-31 ઓક્ટોબરે PM મોદીની હાજરીમાં ઉજવણી
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. આ વર્ષે પરેડનો રૂટ નર્મદા માતા પ્રતિમાથી રેપ્લિકા ગાર્ડન અને SRP કોલોની નજીક સુધીનો રહેશે. તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 30થી વધુ બેઠકો પણ થઈ છે. આ પરેડ જોવા માંગતા નાગરિકો માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે એકદમ મફત છે. પરેડમાં લગભગ 10,000 જવાનો, 4,700 કલાકારો, વિવિધ બેન્ડની રજૂઆત અને ભારતીય વાયુસેનાનો ફ્લાયપાસ્ટ મુખ્ય આકર્ષણ રહેશે. નાગરિકો પણ આ પરેડ જોઈ શકશે. આ માટે www.rashtriyaektadiwas.com પર મફત ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. રજિસ્ટ્રેશન 'પહેલા આવો, પહેલા મેળવો'ના ધોરણે થશે. રાષ્ટ્રીય એકતા દિવસ-2026 અને 1 થી 15 નવેમ્બર, 2026 દરમિયાન યોજાનાર 'ભારત પર્વ-2026'માં ભાગ લેવા આવનારા પ્રવાસીઓ માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા એકતાનગર ખાતે ખાસ 'ડોમ સિટી' બનાવવામાં આવશે. આ રહેવાની સુવિધા 29 ઓક્ટોબરથી 15 નવેમ્બર, 2026 સુધી મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO અમિત અરોરાએ નાગરિકોને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા અપીલ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan