top
દ્વારકાનો નાથ મારો...! ભોગ ધરાવ્યા બાદ મહિલાઓ ઝૂમી ઉઠી
દ્વારિકા નગરીમાં કૃષ્ણ ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વૈષ્ણવ અને ગૂગલી બ્રાહ્મણ પરિવારની મહિલાઓ દ્વારા ખાસ ભોગ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે તૈયાર કરાયેલા આ ભોગને દ્વારકાધીશને અર્પણ કરવામાં આવ્યો હતો. દ્વારકાધીશને ભોગ અર્પણ કર્યા બાદ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહિલાઓ કૃષ્ણ ભક્તિમાં રંગાઈને ગરબે ઘૂમી હતી. ભક્તિ ગીતો અને ગરબાના તાલે મહિલાઓએ ઉત્સાહપૂર્વક રાસ રમ્યા હતા.
Read full article on News18 Gujarati