Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

દુધીયામાં વોટરશેડમાંથી વારંવાર કેબલ ચોરી:પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ વસાવાએ સ્થળ મુલાકાત લીધી, તસ્કરોને પકડવા તપાસ તેજ, પંચાયતને 80 હજારનું નુકસાન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 24, 2026 👁 1 views
દુધીયામાં વોટરશેડમાંથી વારંવાર કેબલ ચોરી:પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ વસાવાએ સ્થળ મુલાકાત લીધી, તસ્કરોને પકડવા તપાસ તેજ, પંચાયતને 80 હજારનું નુકસાન
લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં પીવાના પાણીની યોજનામાંથી વારંવાર કેબલ ચોરીની ઘટનાઓ સામે આવી છે. છેલ્લા એક વર્ષમાં ત્રણથી ચાર વખત વોટરશેડમાં લાગેલી પાણીની મોટરના કેબલ ચોરાઈ ચૂક્યા છે. આ મામલે દુધિયા ગ્રામ પંચાયતે લીમખેડા પોલીસ મથકે લેખિત અરજી આપી હતી. પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લીધી છે. લીમખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ વસાવાએ તાત્કાલિક સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું. તેમણે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. ગામના લોકોને નિયમિત પાણી મળી રહે તે માટે નદી કિનારે વિશેષ કૂવો અને વોટરશેડ તૈયાર કરાયા છે, જ્યાંથી આ ચોરીઓ થઈ રહી છે. દુધિયા ગ્રામ પંચાયતના સરપંચ સવિતા મનુ ભુરિયાએ જણાવ્યું કે, આ વોટરશેડ પ્લાન્ટ ગામના નાગરિકો માટે પીવાના પાણીની મુખ્ય વ્યવસ્થા છે. તસ્કરો રાતના અંધારાનો લાભ લઈને મોટર સાથે જોડાયેલા વાયરો અને કેબલોની ચોરી કરી જાય છે. અત્યાર સુધીમાં આશરે 80,000 રૂપિયાના વાયરો અને કેબલ ચોરાઈ ચૂક્યા છે. એક વખત નવો કેબલ નાખવા પાછળ પંચાયતને આશરે 30,000 થી 40,000 રૂપિયાનો ખર્ચ થાય છે. વારંવાર નવા કેબલ ખરીદવા અને તેનું સમારકામ કરાવવાના કારણે ગ્રામ પંચાયત પર મોટો આર્થિક બોજ પડી રહ્યો છે. કેબલ ચોરી થતાં જ મોટર બંધ થઈ જાય છે, જેના કારણે ગામમાં પાણી પુરવઠો ખોરવાઈ જવાની શક્યતા રહે છે. જોકે, પંચાયત વહીવટી તંત્ર તરત જ નવા કેબલની વ્યવસ્થા કરીને મોટર ફરી શરૂ કરાવે છે. હાલ ગામમાં પીવાના પાણીની કોઈ સમસ્યા નથી અને પુરવઠો નિયમિત ચાલી રહ્યો છે. તેમ છતાં, વારંવાર બનતી આ ઘટનાઓને કારણે ગ્રામજનો અને પંચાયતમાં ભારે રોષ છે. પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ વસાવાએ નદી કિનારે આવેલા કૂવા અને વોટરશેડનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્થાનિક લોકો પાસેથી પણ માહિતી મેળવી છે. પોલીસે આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધાર્યું છે. કેબલ ચોરી કરતી ટોળકીને ઝડપથી પકડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસનો હેતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને તસ્કરો સામે કડક કાનૂની કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan