Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

દુબઈમાં એકાઉન્ટન્ટની નોકરી કરતા આધેડ પાસેથી 10.75 લાખ પડાવ્યા:ગોવામાં પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટમેન્ટની લાલચ આપી, 32ND એવેન્યુની સ્કીમના નામે ફસાવ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 13, 2026 👁 2 views
દુબઈમાં એકાઉન્ટન્ટની નોકરી કરતા આધેડ પાસેથી 10.75 લાખ પડાવ્યા:ગોવામાં પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટમેન્ટની લાલચ આપી, 32ND એવેન્યુની સ્કીમના નામે ફસાવ્યા
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા અને હાલ દુબઈમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા 57 વર્ષીય વ્યક્તિને ગોવામાં પ્રોપર્ટીમાં રોકાણ કરાવી સારો નફો અપાવવાની લાલચ આપીને સાયબર ગઠિયાઓએ 10.75 લાખ રૂપિયા પડાવી લીધા છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મોબાઇલ પર સંપર્ક કરનાર શખ્સે ગૂગલ મીટ મારફતે અન્ય વ્યક્તિ સાથે વાત કરાવી તેમજ વિવિધ કરારો મોકલી વિશ્વાસ સંપાદન કર્યા બાદ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાગા બીચ પર 32ND એવેન્યુ કંપનીની પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે ફસાયા વડોદરાના કારેલીબાગની સતકાર સોસાયટીમાં રહેતા અને હાલ દુબઈની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા આધેડે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદ મુજબ, ઓગસ્ટ-2025માં તેમના મિત્ર અને તેમનો પરિવાર ગોવા ફરવા ગયો હતો. ત્યાં બાગા બીચ પર 32ND એવેન્યુ કંપનીની પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમનું હોલ્ડિંગ જોવા મળ્યું હતું. ત્યારબાદ મિત્રની પત્નીએ ફરિયાદીની વાત અનંત શુક્લા નામના શખ્સ સાથે કરાવી હતી. અનંતે રાહુલ મેહરા સાથે ગૂગલ મીટ પર વાત કરાવી ગોવામાં પ્રોપર્ટીમાં રોકાણની સ્કીમ સમજાવી હતી. 10.75 લાખ આપ્યા બાદ મોબાઇલ બંધ કરી દીધો આરોપીઓએ ફરિયાદીને 3 કરાર પણ મોકલ્યા હતા, જેના કારણે ફરિયાદીને રોકાણની સ્કીમ સાચી હોવાનું જણાયું હતું. જેથી તેમણે પોતાના બેંક ખાતામાંથી 10.75 લાખ રૂપિયા અનંત શુક્લાએ જણાવેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે, રકમ ટ્રાન્સફર કર્યા બાદ આરોપીઓનો વારંવાર સંપર્ક કરવા છતાં કોઈ જવાબ મળ્યો નહોતો અને મોબાઇલ પણ બંધ કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર જાણ કરી હતી. જેના આધારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan