Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પંચમહાલ DPEO ગાયત્રીબેન પટેલનું નામ ઉચાપત કેસમાં સામે આવ્યું:સાધનો ખરીદ્યા વિના બનાવટી બિલો બનાવી કરોડોની રકમ ટ્રાન્સફર કરાઈ હતી; DPEO ફરાર ; ચેમ્બરને તાળું લાગ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 12, 2026 👁 1 views
પંચમહાલ DPEO ગાયત્રીબેન પટેલનું નામ ઉચાપત કેસમાં સામે આવ્યું:સાધનો ખરીદ્યા વિના બનાવટી બિલો બનાવી કરોડોની રકમ ટ્રાન્સફર કરાઈ હતી; DPEO ફરાર ; ચેમ્બરને તાળું લાગ્યું
પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) ગાયત્રીબેન પટેલનું નામ ₹2.78 કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કેસમાં સત્તાવાર રીતે સામે આવતા રાજ્યના શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શિક્ષકોને શિસ્ત અને નિદાન અંગે સલાહ આપતા અધિકારીનું જ કૌભાંડમાં નામ ઊછળતાં તેમની ચેમ્બરને તાળાં લાગી ગયાં છે. બનાવ અંગે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે ફરાર DPEO સહિતના આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવટી બિલો બનાવી ₹2.78 કરોડની ગેરરીતિ સમગ્ર કૌભાંડનો ખુલાસો 30 એપ્રિલે પંચમહાલ જિલ્લા સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ કચેરીમાં થયો હતો. વર્ષ 2024-25 અને 2025-26 માટે વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં ભૌતિક સાધનોની ખરીદીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કાયદેસરની કોઈ પ્રક્રિયા વગર જ બનાવટી બિલો બનાવીને જે.એસ. કોમ્પ્યુટર (ગોધરા), શ્રીરામ એન્ટરપ્રાઇઝ (રાજકોટ), વૈદિક એન્ટરપ્રાઇઝ (રાજકોટ) અને અક્ષર સેફટી પ્રોડક્ટ્સ (રાજકોટ) જેવી ખાનગી એજન્સીઓના ખાતામાં કુલ ₹2,78,57,218 ટ્રાન્સફર કરી દેવાયા હતા. સરકારી શાળાઓને એક પણ સાધન આપ્યા વિના જ આ રકમ હડપ કરી લેવાઈ હતી. 3 આરોપી જેલમાં, એજન્સી માલિકોના જામીન ના મંજૂર આ કેસમાં કુલ 8 આરોપીઓની સંડોવણી બહાર આવી છે. જેમાં કૌભાંડના મુખ્ય સૂત્રધાર તત્કાલીન હિસાબી અધિકારી પૂજનકુમાર રમેશચંદ્ર જોશી અને મદદનીશ કો-ઓર્ડિનેટર નીતિશ જયંતિલાલ પટેલ સહિત 3 આરોપીઓ હાલ જેલમાં બંધ છે. બીજી તરફ, કૌભાંડમાં સામેલ ખાનગી એજન્સીઓના માલિકો કાજલબેન વિજયભાઈ, મહેશ મૂળશંકર ભટ્ટ, પ્રશાંત મહેશભાઈ ભટ્ટ અને સ્વાતિ પ્રશાંત ભટ્ટે મૂકેલી આગોતરા જામીન અરજીને સેશન કોર્ટે ફગાવી દીધી છે. ફરાર DPEO સહિત 5 આરોપીઓની શોધખોળ શરુ તપાસ દરમિયાન DPEO ગાયત્રીબેન પટેલની ભૂમિકા સ્પષ્ટ થતાં જ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. હાલ કચેરીએથી ગાયબ અને ફરાર થઈ ગયેલા ગાયત્રીબેન પટેલ તેમજ અન્ય બાકી રહેતા 5 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan