politics
દિલ્હીમાં ગુજરાત ભાજપની ‘મહાબેઠક’:CM, Dy.CM, પ્રદેશ પ્રમુખ સહિત તમામ મહામંત્રીઓ દિલ્હી પહોંચ્યા; સાંસદો સાથે મહત્વની બેઠક
ગુજરાત ભાજપના સંગઠન અને સરકાર માટે મહત્વપૂર્ણ ગણાતી બેઠકોનો દોર દિલ્હીમાં શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા છે. તેમની સાથે ભાજપના તમામ મહામંત્રીઓ પણ દિલ્હી પહોંચ્યા છે. ગુજરાતના તમામ સાંસદો સાથે બેઠકનું આયોજન દિલ્હીમાં ગુજરાતના ભાજપના તમામ સાંસદો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજ્ય સરકાર, સંગઠન અને કેન્દ્ર વચ્ચેના સંકલન સહિત વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ગુજરાતના સાંસદો પોતાના લોકસભા અને રાજ્યસભા મતવિસ્તારના પ્રશ્નો તથા રાજ્ય સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પણ રજૂ કરી શકે છે. સરકાર-સંગઠનના મુદ્દાઓ પર પણ ચર્ચા શક્ય CM ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સાથે ભાજપના તમામ મહામંત્રીઓની હાજરીને કારણે બેઠકને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બેઠકમાં સરકારની કામગીરી, સંગઠનની સ્થિતિ, આગામી કાર્યક્રમો અને સરકાર તથા સંગઠન વચ્ચે વધુ સારા સંકલન અંગે ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાતને લગતા મહત્વના વિકાસલક્ષી મુદ્દાઓ કેન્દ્ર સરકાર સમક્ષ કેવી રીતે રજૂ કરવા અને સાંસદોની ભૂમિકા અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. ત્રણેય નેતાઓની એકસાથે દિલ્હી મુલાકાત ચર્ચામાં ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ઉપરાંત સંગઠનના તમામ મહામંત્રીઓ એકસાથે દિલ્હી પહોંચ્યા હોવાથી ભાજપના રાજકીય વર્તુળોમાં પણ આ મુલાકાતને મહત્વ આપવામાં આવી રહ્યું છે. જોકે, બેઠકના ચોક્કસ એજન્ડા અને ચર્ચાના મુદ્દાઓ અંગે સત્તાવાર રીતે વિગત જાહેર કરવામાં આવી નથી. આવતીકાલે ગુજરાત પરત ફરશે દિલ્હીમાં બેઠક અને અન્ય નિર્ધારિત કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ 11 ઓગસ્ટે ગુજરાત પરત ફરશે. બેઠક બાદ ગુજરાતના સંગઠન અને સરકારને લગતા મહત્વના મુદ્દાઓ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
Read full article on Divya Bhaskar