top
દીકરીના હાથમાં પેઇન્ટિંગ જોઈ PM મોદી થયા પ્રભાવિત! જાહેર સભામાં કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બનાસકાંઠા પ્રવાસ દરમિયાન ભીલડીની જાહેરસભામાં એક ભાવુક અને રસપ્રદ ક્ષણ જોવા મળી હતી. સભાને સંબોધિત કરતી વખતે PM મોદીની નજર સીમા પરમાર નામની દીકરીએ તૈયાર કરેલા તેમના પેઇન્ટિંગ પર પડી હતી. ચિત્ર જોઈને તેમણે તાત્કાલિક SPGની ટીમને તે પોતાની પાસે મંગાવવા માટે સૂચના આપી હતી. ત્યારબાદ દીકરીની મહેનતનાં વખાણ કરતાં તેમણે કહ્યું હતું, “તે મને હરાવી દીધો બેન!” સાથે જ તેમણે સીમાને સંબોધીને કહ્યું કે તેમને લાગતું હતું કે થાકીને તે નીચે બેસી જશે અને તેના હાથ પણ દુખી ગયા હશે. આ પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે અને આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી રહ્યા છે.
Read full article on News18 Gujarati